દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝ્યા : 25 લોકોએ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર લીધી - At This Time

દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝ્યા : 25 લોકોએ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર લીધી


દિવાળીમાં ફટાકડા ફોડતા અનેક લોકો દાઝ્યા હતા. જેમાંથી 25 લોકોએ રાજકોટ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર લીધી હતી. દિવાળીના તહેવાર નિમિતે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મોનાલી માકડીયા, નાયબ અધિક્ષક ડો. હેતલ કયાડાના માર્ગદર્શન હેઠળ દિવાળીની રાત્રે અને તહેવાર દરમિયાન ખાસ વોર્ડ તેમજ ખાસ તબીબોની ટિમોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
રાજકોટમાં દિવાળીની ઉજવણી જોરશોરથી થઈ હતી. ખાસ કરીને બાળકોએ ફટાકડા ફોડી દિવાળીનો આનંદ લીધો હતો. જયારે યુવાનોએ પણ અવનવીન ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ દરમિયાન ફટાકડા ફોડતી વખતે અનેક લોકો દાઝ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં દિવાળીની રાતે 25 લોકોએ દાઝી ગયાની સારવાર લીધી હતી.
આ આંકડામાં બાળકોની સંખ્યા વધુ છે. દાઝી ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેનાર વ્યક્તિઓની સંખ્યા જોઈએ તો 25 પૈકી 14 બાળકોનો સમાવેશ થાય છે. જેમાં ફિમેઇલ ચાઈલ્ડ 2 અને મેલ ચાઈલ્ડ 12 છે. અન્ય 11 પુરુષ અને 3 મહિલા હતા જેણે સારવાર લીધી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.