દેશના કેદીઓને મતદાન કરવાના અધિકારો આપો:ટિમ ગબ્બરના ધારાશાસ્ત્રી નયન જોશીનો વેધક સવાલ
દેશના કેદીઓને મતદાન કરવાના અધિકારો આપો:ટિમ ગબ્બરના ધારાશાસ્ત્રી નયન જોશીનો વેધક સવાલ
વિસાવદરતાટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ રાજ્યપાલશ્રી,તથા વડાપ્રધાન,ચૂંટણીપંચ , કેન્દ્રસરકાર તથાચૂંટણી પંચ,રાજ્ય, સરકાર તથા માનવ અધિકાર પંચ,મુખ્યમંત્રી, કાયદામંત્રીશ્રી,તમામ કલેક્ટરો,તમામ જેલ અધિક્ષક શ્રી વિગેરેને લેખિત રજુઆત કરી બંધારણની વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ કરી જણાવેલ છે કે,ભારત દેશની અનેક અદાલતોમાં અનેક કેદીઓના કેસો પેન્ડિગ છે કોઈ એક કેદી કે ગુનેગાર આવેશમાં આવીને કોઈપણ પ્રકારનો ગુનો કરી બેસે છે ત્યારે કેસ ચાલીને પૂરો થાય ત્યાં સુધી અમુક ગુનાના કામમાં જેલમાં રહે છે અને અમુક કિસ્સામાં ૧૦વર્ષ જેવા સમય બાદ આવા કેદી સામેની ટ્રાયલ ચાલી જતા તેઓ નિર્દોષ છૂટે છે પરંતુ આ દશ વર્ષ સુધી કે ગુનાની સજા પુરી થાય ત્યાં સુધી તેમને પોતાના મતદાન કરવાના બંધારણીય હક્કોથી છેલ્લા ઘણા વર્ષોથી વચિંત રાખવામાં આવે છે.અને તે તેમના પસંદગીના મત આપવાથી જેલમાં રહે ત્યાં સુધી વંચિત રહે છે જે તેમના હક્ક અધિકાર ઉપર એક પ્રકારની તરાપ ગણી શકાય તેવું અમારું અંગત રીતે માનવું છે આવા લોકો માટે જેલમાં વીડિયોગ્રાફી મારફતે પણ વોટિંગ કરાવી શકાય અને કેદીઓની સુરક્ષા પણ રહી શકે ક્યાં સુધી આવા કેદીઓને મતદાનથી વંચિત રાખવાની પરંપરા દેશમાં ચાલતી રહેશે.તેથી આ સંબંધે તાત્કાલિક જરૂરી નોટિફિકેશન બહાર પાડી દરેક કેદીઓની સંખ્યા ના પ્રમાણમાં જ જેતે જેલમાં મતદાનની વ્યવસ્થા કરવા વિકલ્પે વિદેશીલોકોની જેમ પ્રોક્સીવોટથી ટપાલ મારફતે વોટિંગની વ્યવસ્થા કરાવવા અમારી ટિમ ગબ્બરદ્વારા રજુવાત કરવામાં આવેલ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.