જામનગર થી રાજકોટ જતા ધુવાવ પાસેનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકોને મુશ્કેલી - At This Time

જામનગર થી રાજકોટ જતા ધુવાવ પાસેનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકોને મુશ્કેલી


જામનગર થી રાજકોટ જતા ધુવાવ પાસેનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકોને મુશ્કેલી

જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકો રસ્તાને લઈને ખૂબ જ પરેશાન છે. જિલ્લા અને શહેરમાં અનેક રોડ રસ્તા ખૂબ જ બિસ્મરણતમાં હોવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા બાદ પણ હજુ સુધી આ રસ્તાઓ રિપેર કરવામાં આવ્યા નથી. કેટલીક જગ્યાએ માત્ર માટી નાખીને રસ્તા અપના ખાડા ભરી દેવામાં આવ્યા છે. ખાડામાં ધૂળની ડમરીઓ અડવાને કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે.

જામનગર થી રાજકોટ જતા ધુવાવ પાસેનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ રસ્તો હાઇવે હોવાને કારણે દરરોજ અહીંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકોના કમરના હાડકા તુટી જાય તેમ છે. તો ખરાબ રસ્તાને કારણે વાહનોમાં પણ નુકસાન થતું હોય છે. આ રસ્તા નું નિર્માણ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જામનગરનું વિસ્તરણ કર્યા થયાં બાદ જામનગર મહાનગર પાલિકાને સોંપવામાં આવ્યો છે. આ રસ્તાની જાળવણીની જવાબદારી મહાનગર પાલિકા છે, જો કે તેઓ જાને અજાણ હોઈ તેવું લાગી રહ્યું છે.

જામનગર થી રાજકોટ જતી વખતે શહેરની ભાગોળે ધુંવાવ ગામ આવેલું છે. આ ગામ પાસે એક તો ભયજનક વણાંક તો છે જ સાથે સાથે રસ્તો પણ બિસ્માર છે. અહીં આવેલા પૂલ પર તો રીતસરના સળિયા દેખાઈ રહ્યા છે. પૂલ પાસેનો રસ્તો એટલો ખરાબ છે કે અનેક વખત અકસ્માત સર્જાયો છે. તેમ છતાં હજુ સુધી રસ્તો રીપેર પણ કરવામાં આવતો નથી. વાહન ચાલકોનું કહેવું છે કે આ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમા છે, કોઈ ધ્યાન આપતું નથી.

જામનગર થી ખીજડીયા બાયપાસ સુધીનો સિક્સ લેન્ડ રસ્તો બની રહ્યો છે, પરંતુ જે હાલમાં રસ્તો છે તે ખૂબ જ બિસ્માર છે. રસ્તો ખરાબ હોવાને કારણે લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ જવા માટે આ રસ્તો ખૂબ જ મહત્વનો હોવાથી દરરોજ અહીંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે હાલ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ રસ્તો રીપેર થશે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.