જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ આજથી હરાજીના શ્રી ગણેશ થયા છે. પરિણામે મગફળીની પુષ્કળ આવક. - At This Time

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ આજથી હરાજીના શ્રી ગણેશ થયા છે. પરિણામે મગફળીની પુષ્કળ આવક.


જામનગરમા દિવાળીના તહેવારોની રજા બાદ લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતા થયા છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ આજથી હરાજીના શ્રી ગણેશ થયા છે. પરિણામે મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. એક જ દિવસમાં આવક શરુ થતાની સાથે નવી આવક પર પ્રતિબંધ લગાવવાની નોબત આવી છે.

એક જ દિવસમાં ખેડૂતો મગફળીના જાથતા સાથે ઉમટી પડતાં મગફળીની જંગી આવક થઈ હતી ઠેર ઠેર જણસો ના ઢગલા થયા હતા. ઉતારવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાતા હવે આ મગફળીની નિકાલ બાદ નવી આવક શરુ કરાશે. આજની જ વાત કરવામાં આવે તો કુલ 345 જેટલા વાહનોની સાથે જણસીની મોટી સંખ્યામાં આવક થઈ છે. આજે હરાજીમાં મોટા લખિયા ગામના ખેડૂત સોમાતભાઈ વજસિભાઈ નંદાણીયા 66 નંબર મગફળીના 2205 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા.

મહત્વનું છે કે લાભ પાંચમના મુહૂર્તના સોદા ના લાભ લેવા ગઈકાલે બપોર બાદ જ મગફળી સાથે ખેડૂતો આવી જતા મગફળી ભરેલા વાહનોની લાંબી આશરે દોઢ કિમીની લાંબી વાહનોની લાઈન લાગી હતી. નોંધનીય છે કે અગાઉ વરસાદી વાતાવરણના કારણે મગફળીનુ વેચાણ થઈ શક્યુ ન હતું. ખાસ વાત એ છે કે તમિલનાડુના વેપારીઓ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતા હોવાથી અન્ય જીલ્લામાંથી ખેડુતો મગફળી માટે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે. પરિણામે ખેડૂતો જામનગરમાં જણસો વેચવા માટે આકર્ષાઈ રહ્યા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરની 9 નંબર અને 66 નંબરની મગફળી જગ વિખ્યાત છે. આ મગફળીની ગુજરાત બહાર પણ માંગ જોવા મળતી હોય છે. પરિણામે દર વર્ષ તામિલનાડુથી વેપારીઓ મગફળી ખરીદવા માટે જામનગર આવે છે. યા મગફળીના કુર્તા ભાવ મળતા હોવાથી માત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જ નહીં પરંતુ રાજકોટ મોરબી સહિતના પંથક માંથી પણ ખેડૂતો મગફળી વેચવા માટે જામનગર આવી રહ્યા છે.

ખેતીના સીઝન શરૂ થતા જ અનેક ખેડૂતો જણસી લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. આજે લાભ પાંચમના દિવસે વિવિધ જણસોથી હાપા માર્કેટિંગ યાર્ડ છલકાઈ ચૂક્યું છે. સૌથી વધુ મગફળીની આવક થઈ છે. કપાસ લસણ, અજમો તથા શાકભાજી સહિતના પાક યાર્ડ ખાતે આવી રહ્યા છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.