**દિલ્હી-મુંબઈ કોરિડોર નેશનલ હાઇવે અસરગ્રસ્ત ખેડુતોને નવેસરથી સર્વે હાથ ધરવા બાબત સહિત મુળભુત સુવિધાઓ અંગે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી અધ્યક્ષતાને મિટીંગ યોજાઇ ** - At This Time

**દિલ્હી-મુંબઈ કોરિડોર નેશનલ હાઇવે અસરગ્રસ્ત ખેડુતોને નવેસરથી સર્વે હાથ ધરવા બાબત સહિત મુળભુત સુવિધાઓ અંગે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી અધ્યક્ષતાને મિટીંગ યોજાઇ **


*દિલ્હી-મુંબઈ કોરિડોર નેશનલ હાઇવે અસરગ્રસ્ત ખેડુતોને નવેસરથી સર્વે હાથ ધરવા બાબત સહિત મુળભુત સુવિધાઓ અંગે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી અધ્યક્ષતાને મિટીંગ યોજાઇ **

આજરોજ મોજે મીરાંખેડી ખાતે ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ . ડાંગીના નિવાસ સ્થાને કોરીડોર હાઇવેના ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ આ હાઇવેના કારણે છીનવાઈ ગયેલ છે તે બાબતે અને હાઇવેમાં અણગઢ માટી પુરાણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ના કરવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી થયેલ પાક નિષ્ફ્ળ થયેલ હોવા બાબતે અને ખેડૂતોને વૃક્ષો, મકાન, કુવા, બોર, હેન્ડપમ્પ, અને અન્ય બાબતોનું જે વળતર બાકી રહેલ છે જે ચૂકવવામાં વારંવાર લોલીપોપ પકડાવવામા આવતાં આજરોજ તા. 06 નવેમ્બરના રોજ કોરીડોર હાઇવનું કામ બંધ કરાવવામાં આવનાર હતું. પણ ગઈ કાલે ઝાલોદ DYSP. શ્રી પટેલ સાહેબ અને લીમડી PI. શ્રી રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં મળેલ માંગણી મુજબના તમામ અધિકારીઓ દ્વારા તા. 11નવેમ્બર સુધીની મહોલત માંગતા હાઇવેની કામગીરી બંદ કરાવવાનું તા. 11નવેમ્બર સુધી મુલતવી રાખેલ બાબતે અને તા. 11નવેમ્બરના રોજ માંગણી મુજબનું દરેક જવાબદાર અધિકારીઓની હાજરીમાં નવેસર થી સર્વે કરવાનું નકકી કરવાનું નક્કી થયેલ હોઈ તા.10 નવેમ્બર ના રોજ ફરીથી આગોતરા આયોજનના ભા રૂપે મિટિંગ રાખવાનું નક્કી કરી આજની મિટિંગ પૂર્ણ કરવામાં આવેલ હતી જેમા અસરગ્રસ્ત ખેડુતો મોટી સંખ્યમા ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગ દરમ્યાન મુકેશભાઈ ડાંગીનાઓ દ્વારા નવેસરથી સર્વે બાબતે ખેડૂતો સાથે વિગતે ચર્ચા કરી સર્વે દરમ્યાન દરેક ગામના ખેડૂતો પોત પોતાના ગામ માં ફરજીયાત ઉપસ્થિત રહે તે માટે સૂચના આપી હતી અને સર્વે દરમ્યાન શું આયોજન કરવું તેના આગોતરા આયોજનના ભાગ રૂપે ફરીથી તા. 10 નવેમ્બર ના રોજ ૧૪ ગામોના ખેડૂતોની મિટિંગ મુકેશભાઈ ડાંગીના નિવાસ સ્થાને સવારે 9.00 ક્લાકે રાખવા માં આવનાર હોઈ તમામ ગામો માંથી મુખ્ય આગેવાન ખેડૂતો ને ઉપસ્થિત રહેવા જાણ કરી હતી.
મુકેશભાઈ એસ. ડાંગી.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.