સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની અરજી પર આજે સુનાવણી:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ' પ્રતીકનો ઉપયોગ કરતા અજીત જૂથને રોકવાની માગ - At This Time

સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની અરજી પર આજે સુનાવણી:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘ઘડિયાળ’ પ્રતીકનો ઉપયોગ કરતા અજીત જૂથને રોકવાની માગ


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચૂંટણી ચિન્હને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ માટે શરદ પવારે અરજી કરી છે. NCP બે જૂથોમાં વહેંચાયેલી છે. એક જૂથ અજિત પવારનું છે અને બીજું શરદ પવારનું છે. બંને વચ્ચે પક્ષના મૂળ ચિન્હ ઘડિયાળ મામલે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 24 ઓક્ટોબરે સુનાવણી પણ થઈ હતી, જેમાં કોર્ટે અજિત પવારના જૂથને રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે અજિત જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ' પ્રતીકનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેણે ચૂંટણીના બેનરો અને પોસ્ટરોમાં લખવું પડશે કે તે વિવાદનો વિષય છે અને કોર્ટમાં પેન્ડિંગ છે. જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે અજિત પવારના વકીલને નવી એફિડેવિટ રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ ચેતવણી પણ આપી હતી કે જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે પોતે જ અવમાનનાનો કેસ કરશે. ખરેખરમાં, શરદ જૂથની અરજીમાં કહેવામાં આવ્યું છે કે અજીત જૂથ કોર્ટના આદેશનું પાલન નથી કરી રહ્યું, તેથી તેને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ' પ્રતીકનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે. ઉપરાંત, અજીત જૂથને નવા પ્રતીક માટે અરજી કરવાના નિર્દેશ આપવામાં આવે.​​​​​​​ કોર્ટે કહ્યું- આદેશનો અનાદર કરીને તમારા માટે શરમજનક સ્થિતિ ન બનાવો
જસ્ટિસ સૂર્યકાન્તે અજિત પવારના વકીલ બલવીર સિંહને કહ્યું હતું કે - એકવાર અમે સૂચના આપી દઈએ તો તેનું પાલન કરવું પડશે. તમે જવાબ રજુ કરો અને નવી એફિડેવિટ આપો કે તમે ભૂતકાળમાં કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ ઉલ્લંઘન કરશો નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે બંને પક્ષો અમારી સૂચનાઓનું પાલન કરશે. તમારા માટે શરમજનક પરિસ્થિતિનું નિર્માણ ન કરો. NCPના ચૂંટણી ચિન્હને લગતી છેલ્લી 4 સુનાવણી... મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મી નવેમ્બરે મતગણતરી ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ 15 ઓક્ટોબરે જાહેર કરી હતી. રાજ્યની તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે. શું છે સમગ્ર મામલો... ફેબ્રુઆરી 6: ચૂંટણી પંચે અજિત જૂથને સાચી NCP માની, શરદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા ​​​​​​​6 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના નિર્ણય બાદ અજિત પવારના સમર્થકો મુંબઈમાં NCP કાર્યાલયમાં ઉજવણી કરે છે. ચૂંટણી પંચે આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ અજિત પવારના જૂથને વાસ્તવિક NCP તરીકે પણ ગણાવ્યું હતું. ઉપરાંત, પંચે શરદ પવારને 7 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા સુધીમાં નવા રાજકીય પક્ષ માટે ત્રણ નામ આપવા જણાવ્યું હતું. ચૂંટણી પંચે 6 મહિના સુધી ચાલેલી 10 સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો. પંચે કહ્યું કે બહુમતી સંખ્યામાં ધારાસભ્યોએ NCPનું નામ અને ચૂંટણી ચિન્હ મેળવવામાં અજિત જૂથને મદદ કરી. જેની સામે પક્ષના સ્થાપક શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 16 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી માટે શરદ પવારની અરજી સ્વીકારી હતી. 15 ફેબ્રુઆરી: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે અજીતના જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરી સુધીમાં NCPના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. 15 ફેબ્રુઆરીના રોજ, નાર્વેકરે અજિત પવાર જૂથને સાચા NCP તરીકે માન્યતા આપી હતી. તેમણે અજિત જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગને પણ ફગાવી દીધી હતી. સ્પીકરે કહ્યું હતું કે બંધારણની દસમી અનુસૂચિમાંના પક્ષપલટા વિરોધી કાયદાનો ઉપયોગ આંતરિક મતભેદને દબાવવા માટે કરી શકાય નહીં. જુલાઈ 2023માં જ્યારે NCPનું વિભાજન થયું, ત્યારે અજિત પવાર જૂથ પાસે 53 માંથી 41 ધારાસભ્યોની "પ્રચંડ ધારાસભ્ય બહુમતી" હતી. અજિતે 5 જુલાઈના રોજ કહ્યું હતું- હવે હું NCP ચીફ છું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.