સૌરાષ્ટ્ર કક્ષા ની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામા પોરબંદરની બોખીરા પે.સેન્ટર શાળાની વિદ્યાર્થીની એ પ્રથમ ક્રમે મેદાન માર્યું. - At This Time

સૌરાષ્ટ્ર કક્ષા ની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામા પોરબંદરની બોખીરા પે.સેન્ટર શાળાની વિદ્યાર્થીની એ પ્રથમ ક્રમે મેદાન માર્યું.


પિતા પોરબંદરની પારાવાડા હાઇસ્કૂલમાં શિક્ષક હોય તે સાહિત્યકાર, કવિ, તો કાવ્યા એ લોકગીતમાં મેદાન મારી " મોરના ઇંડા ચીતરવા ના પડે " કહેવત સાર્થક સાર્થક કરી
ગોસા(ઘેડ)તા. ૦૬/૧૧/૨૦૨૪ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીરી સોમનાથ દ્વારા તાજેતરમાં પ્રભાસ પાટણ જીલ્લો ગીર સોમનાથ ખાતે ૧૨ જિલ્લાની સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ દ્વારકા અને હાલ પોરબંદરને બોખીરા પે.સેન્ટર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી અબો ટી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજની શ્રી કાવ્યા મનસુખભાઈ ઠાકર એ લોકગીત વિભાગની કેટેગરીમાં પ્રથમ સ્થાને વિજેતા બની મેદાન મારતા પોરબંદર અને દ્વારકા બંને જિલ્લાનું ગૌરવ વધારતા કાવ્યા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સોમનાથ જિલ્લા અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા તાજેતરમાં સોમનાથ ખાતે આવેલ શ્રી રામ મંદિર એડોટીરિયમ ખાતે ૧૨ જિલ્લાઓની બાળ કક્ષા પ્રતિભા શોધ ૨૦૨૪ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ બાળ પ્રતિભા સ્પર્ધામાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ ચિત્રકલા સર્જનાત્મક કામગીરી લગ્ન ગીત લોક વાદ્ય સંગીત એક પાત્રીય અભિનય દુહા છંદ ચો પાઈ લોકગીત ભજન સમૂહ ગીત અને લોક નૃત્ય જેવી વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં મૂળ દ્વારકા અને હાલ પોરબંદરની બોખીરા પે.સેન્ટર શાળા ને ધોરણ પાંચમાં અભ્યાસ કરતી કાવ્યા મનસુખભાઈ ઠાકરએ લોકગીત વિભાગમાં ક્રમે વિજેતા જાહેર ઘોષિત થતા પોરબંદર અને દ્વારકા બંને જિલ્લાઓનું ગૌરવ વધાર્યુ છે. ત્યારે બંને જિલ્લા વાસીઓએ કાવ્યા ઉપર અભિનંદન ને વર્ષા વરસાવી ઉતરોતર પ્રગતિના સોપનો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. સોમનાથ ખાતે વિવિધ કેટેગરીની બાળ શોધ સ્પર્ધાઓમાં પોરબંદર જિલ્લામાંથી જુદી જુદી સ્પર્ધાઓમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે પૈકી એક માત્ર કાવ્યા ઠાકરએ લોકગીત વિભાગમાં પ્રથમ ક્રમે મેદાન મારી પોરબંદર અને દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પોરબંદરની બોખીરા પે.સેન્ટર શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી કુમારી કાવ્યાના પિતા મનસુખભાઈ ઠાકર પોરબંદર ની પારાવાડા સરકારી હાઈસ્કૂલમાં મદદનીશ સાયન્સ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મનસુખભાઈ ઠાકર પણ એક સારા સાહિત્યકાર અને કવિ છે. તેમજ સારા પુસ્તકોના વાંચક પણ છે. તેઓનો પણ સાહિત્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્ર નવતર પ્રયોગ થકી શિક્ષણની ગુણવત્તા સુધારણામાં બહુમૂલ્ય ફાળો છે. તેમજ એક સારા વક્તા પણ છે. વિવિધ શાળા કોલેજમાં તેમના વ્યક્તિઓને એક સારો આવકાર સાંપળ્યો છે. જ્યારે તેમની પુત્રી કાવ્યાએ સૌરાષ્ટ્રની ૧૨ જિલ્લાઓની બાળ શોધ સ્પર્ધામાં લોકગીત વિભાગની સ્પર્ધામાં એકમાત્ર કાવ્યાએ પ્રથમ સ્થાન મેળવતા " મોરના ઈંડા ચીતરવા ન પડે " કહેવતને સાર્થક કરી બતાવેલ છે. રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.