જસદણ નજીકના જાણીતા તીર્થધામ ઘેલા સોમનાથ મંદિરે દર્શનાર્થે લોકોની ભીડ જામી - At This Time

જસદણ નજીકના જાણીતા તીર્થધામ ઘેલા સોમનાથ મંદિરે દર્શનાર્થે લોકોની ભીડ જામી


જસદણ તાલુકાના પવિત્ર યાત્રાધામ એવા ઘેલા સોમનાથ મંદિરનો મહિમા સોમનાથ જ્યોતિર્લિંગ જેટલો જ છે. દિવાળીના તહેવારોની રજામાં લોકો ઘરેથી ફરવા નિકળી જતા હોય છે. ત્યારે જસદણ નજીકના ઘેલાં સોમનાથ મંદિરે દીવાળી ના તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. ભાવી ભક્તજનોએ ઘેલાં સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હજારો લોકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લ્હાવો લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.