JCB મશીનના દાતા શ્રી રોલેક્ષ રિંગ્સ વાળા મનીષભાઈ મદેકા તેમજ શ્રી પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી તરફથી મળેલા સહયોગ થી દાન મા મળેલ બંને JCB નું લોકાર્પણ. - At This Time

JCB મશીનના દાતા શ્રી રોલેક્ષ રિંગ્સ વાળા મનીષભાઈ મદેકા તેમજ શ્રી પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી તરફથી મળેલા સહયોગ થી દાન મા મળેલ બંને JCB નું લોકાર્પણ.


JCB મશીનના દાતા શ્રી રોલેક્ષ રિંગ્સ વાળા મનીષભાઈ મદેકા તેમજ શ્રી પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી તરફથી મળેલા સહયોગ થી દાન મા મળેલ બંને JCB નું લોકાર્પણ.

રાજકોટ પરમ વંદનીયશ્રી,દાદા ગુરૂ મધ્યપ્રદેશ દ્વારા નર્મદાના નીર સતત વેહતા રહે અને સંપૂર્ણ સ્વચ્છ રહે તેના માટે અભિયાન ચલાવતા સંપૂર્ણ સ્થૂળ ખોરાક નો ત્યાગ કરીને માત્ર નર્મદાના પાણીથી છેલ્લા ૪ વર્ષથી મહાતપસ્વી,મહાયોગી,પરમ વંદનીયશ્રી, દાદા ગુરૂ મધ્ય પ્રદેશમાં નર્મદા કિનારે સંપૂર્ણ નીરોગી રીતે જીવન જીવે છે. તેમજ ભારત સરકારના જળ મંત્રાલયના મંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબના અને આંતરરાષ્ટ્રીય કન્વીનર હિન્દૂ ધર્માચાર્ય મહાસભાના પરમાનંદ સ્વામીના વરદ્ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૫૦ ફીટ રીંગ રોડ, વિક્ટોરિયા ગાર્ડનની બાજુમાં, સંપૂર્ણ લોકભાગીદારીથ અંદાજે 2 કરોડના ખર્ચે તૈયાર થનાર ચેકડેમનું ખાતમુહુર્ત કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આગેવાનો અને સર્વક્ષેત્રીય શહેર શ્રેષ્ઠીઓ વિષેશ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટના રોલેક્ષ રિંગ્સના ચેરમેન શ્રી મનીષભાઈ મદેકા તરફથી તાતા કંપનીનું બેકોલોડર(JCB) નું અનુદાન મળેલ તેમજ રાજકોટના સિલ્વર ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજુભાઈ ગોસ્વામી ના પિતાશ્રી પ્રેમગીરી દેવગીરી ગોસ્વામીના ઈચ્છાને માન માપીને તાતા કંપનીનું બેકોલોડર(JCB) અનુદાન મળેલ છે.
દાદા ગુરુ એ કહેલ કે સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે માત્ર ને માત્ર પંચ મહાભૂત ની રક્ષા માટે વરસાદી પાણીનું ખુબજ મહત્વ છે તો દરેક લોકોએ પ્થ્થરની પૂજા નહિ પણ (પાણી) ને સત્યની રક્ષા કરવી જોઈએ.અને પરમાત્માનંદ સ્વામી એ ગીતા ઉપર હાથ મુકીને કહેલ કે આ સૃષ્ટી પર સૌથી ઉતમ દાન હોઈ તો એ પાણીને બચાવવાનું કાર્ય છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમને વેગ આપવા માટે મા.શ્રીરામભાઈ મોકરિયા, મા.શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, મા.શ્રીરમેશભાઈ ટીલાળા, મા.શ્રીમતિ નયનાબેન પેઢણીયા, માં.શ્રીમતી કિરણબેન માકડિયા, મા.શ્રીમતી લીલુબેન જાધવ, મા.શ્રી મનીષભાઈ રાડિયા, મા.શ્રી ચેતનભાઈ સુરેજા, મા.શ્રી ગોવિંદભાઈ પટેલ, મા.શ્રી રાજુભાઈ ધ્રુવ તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમિતભાઈ દેશાઈ, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ મદેકા, જેન્તીભાઈ સરધારા, ડૉ.વલ્લભભાઈ કથીરિયા ,ધીરુભાઈ રામાણી, ડી.વી.મહેતા, પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી, હરીશભાઈ લાખાણી, શિવલાલભાઈ અદ્રોજા, નીતિનભાઈ દુદાણી, કિશોરભાઈ કાથરોટિયા, અશોકભાઈ કાથરોટીયા, મિતલભાઈ ખેતાણી, કૌશિકભાઈ સરધારા,સંજયભાઈ ટાંક, જગદીશભાઈ કોટડીયા, પુનિતભાઈ ચોવટિયા, શૈલેશભાઈ જાની, દિનેશભાઈ ચોવટિયા, ભરતભાઈ ખાનપરા, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા, ભરતભાઈ ભુવા, પ્રવીણભાઈ ભુવા, ,રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, સતીશભાઈ બેરા, તેમજ આ વિસ્તારના ફ્લેટ હોલ્ડર્સ ધ ટેમ્પલ, સવન સ્ટેટસ, આઇકોન, પવિત્રમ પ્રયાગ, રંગોલી પાર્ક, પારિજાત, ધ પાર્ક, ધ ગ્રીન મુન, ફ્લોરેન્ઝા, વાઈટ હેવન, વિક્ટોરિયા ગાર્ડન, ઓરા, એકવા, અર્બના ગાર્ડન, તુલસી ગ્રીન, શ્યામલ શાશ્વત, ડાયમંડ હિલ, ફોર્ચ્યુન એક્સોટિકા, એકવા બ્લુ, ફ્લોરેન્ઝા વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.