ધંધુકાના તગડી રેલ્વે ફાટક પાસેથી રેલ્વે દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવાયું, નવ જેટલી ચણીયા ચોળીની દુકાનો હટાવાઇ. - At This Time

ધંધુકાના તગડી રેલ્વે ફાટક પાસેથી રેલ્વે દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવાયું, નવ જેટલી ચણીયા ચોળીની દુકાનો હટાવાઇ.


તગડી રેલ્વે ફાટક પાસેથી રેલ્વે દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવાયું, નવ જેટલી ચણીયા ચોળીની દુકાનો હટાવાઇ.

અમદાવાદથી ભાવનગર જતાં ધંધુકાના તગડી રેલ્વે ફાટક પાસે ચણિયા ચોળીના સ્ટોલ નાખીને ઊભા રહેતા વેપારીઓને ભાવનગર રેલ્વે ડિવિજનના માર્ગદર્શન દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ કરતાં ધંધુકા રેલ્વે પોલીસ તથા ધંધુકા પોલીસ સ્ટાફ સાથે રહીને દબાણ દૂર કરાયું હતું.

ધંધુકાના તગડી રેલ્વે ફાટક નજીક હોય તેમજ તાર ફેન્સ પાસે ગેરકાયદેસર ચણિયા ચોળીની દુકાન દ્વારા દબાણ કરેલ હતું. જેને ભાવનગર રેલ્વે ડિવિઝનના તાબડતોડ માર્ગદર્શનને આદેશ કરતાં ધંધુકા રેલ્વે પોલીસ તથા ધંધુકા પોલીસ સ્ટાફને સાથે રાખીને આજ રોજ 09 જેટલી દુકાનોના દબાણને જીસીબી દ્વારા પાડી દેવામાં આવ્યું હતું. આમ જીસીબીના માધ્યમથી 09 જેટલી દુકાનોનું ગેરકાયદેસર દબાણ તાબડતોડના ધોરણે હટાવાયું હતું. રેલ્વે ફાટક અને તાર ફેંસિંગ હોવાથી તેમજ રસ્તો રોકાતા હોવાથી તાત્કાલિક દબાણ દૂર કરાયું હતું.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.