અણીયાળી ગામમાં બે પરિવારો વચ્ચે અગાઉના ઝગડાનું મન દુખ રાખી તલવાર,છરા અને લાકડાના ધોકા વડે મારમારી થઈ, બંને પરિવાર દ્વારા સામસામે પોલિસ ફરિયાદ નોંધાઈ. - At This Time

અણીયાળી ગામમાં બે પરિવારો વચ્ચે અગાઉના ઝગડાનું મન દુખ રાખી તલવાર,છરા અને લાકડાના ધોકા વડે મારમારી થઈ, બંને પરિવાર દ્વારા સામસામે પોલિસ ફરિયાદ નોંધાઈ.


અણીયાળી ગામમાં બે પરિવારો વચ્ચે અગાઉના ઝગડાનું મન દુખ રાખી તલવાર,છરા અને લાકડાના ધોકા વડે મારમારી થઈ, બંને પરિવાર દ્વારા સામસામે પોલિસ ફરિયાદ નોંધાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના અણીયાળી ભીમજી ગામ ખાતે ગત રોજ 31/10/2024ની રાત્રે બે પરિવાર વચ્ચે અગાઉના ઝઘડાનું મન દુખ રાખી તલવાર, છરા અને લાકડાના ધોકા વડે મારમારી કરતાં બંને પરિવારના લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી, ધંધુકા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હાર્દિકસિંહ વાસુદેવસિંહ ચુડાસમા ઉ વ 26 રહે અણીયાળી ભીમજી તા ધં૦ધુકાએ એવા પ્રકારની ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 31/10/2024ના રોજ જમીને આંટો મારવા તેમને તથા તેમના કાકાના દીકરા આર્યરાજસિંહ તથા કાકા શૈલેયરાજસિંહ ચાલતા જય રહ્યા હતા તે સમયે રવુભા ચુડાસમાના ઘર પાસે પહોંચતા એક વેગેનાર ગાડી આવી ઊભી રહી તેમાથી પૂર્વરાજસિંહ ઉર્ફે તોગો રવુભા ચૂડસમાં ઉતરેલ અને બીભત્સ ગાળો બોલવા લાગેગા તે સમયે ઘરમાથી બલવીરસિંહ ઉર્ફે યોગો રવુભા ચુડાસમા આવેલને બોલાચાલી કરી ઘરે જતાં રહ્યાને ઘરમાથી બલવીરસિંહ હાથમાં તલવાર લઈ તથા સૂર્યરાજસિંહ ઉર્ફે લાલો રવુભા ચુડાસમા હાથમાં છરો લઈને આવેલ તથા રવુભા મનુભા ચુડાસમાએ પણ હાથમાં છરો લઈને તેમજ પૂર્વરાજસિંહ પણ લાકડાનો ધોકો કાઢેલને ચારેય જણાએ આવીને હાર્દિકસિંહને ઘેરી લઈને જીવતા જવવા દેવાના નથી તેમ કહી સૂર્યરાજસિંહએ શેલ્યરાજસિંહને મારી નાખવાના ઇરાદે તેમના હાથમાં રહેલ છરા વડે પેટના જમણા ભાગે ઘા મરેલ અને તેને બચાવવા જતાં બલવીરસિંહએ તેના હાથમાં રહેલ તલવાર વડે મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ઘા ડાબો હાથ આડો કરતાં ઇજા થયેલ અને લોહી નીકળવા લાગેલ.જેથી આ ચારેય બલવીરસિંહ રવુભા ચુડાસમા,પૂર્વરાજસિંહ રવુભા ચુડાસમા , સૂર્યરાજસિંહ રવુભા ચુડાસમા તથા રવુભા ચુડાસમાંએ અગાઉના ઝઘડાનું મન દુખ રાખીને મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ કરી તથા જેમ ફાવે તેમ બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ.જેમાં ફરિયાદી સહિત બને હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જ્યારે બલવીરસિંહ ઉર્ફે યોગીભાઈ રવુભાઈ ચુડાસમા ઉ વ 32 રહે અણીયાળી ભીમજી તા ધંધુકાએ એવા પ્રકારની પોલિસ ફરિયાદ નોંધાવી છે કે ગત રોજ 31/10/2024ના રોજ રાત્રે પોતા ફળિયામાં પોતાના પુત્ર સાથે ફટાકડા છોડી રહ્યા હતા તે સમયે આર્યરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા ત્યથી નીકળતા ફટાકડા ફોડતા તેમની ઉપર નાખેલ જેથી કરીને તેમ ના કરવા જણાવેલ તો તે પોતાના ઘરે હતા રહ્યાને પછી તે પછી મારા બંને ભાઈઓ પૂર્વરાજસિંહ તથા સૂર્યરાજસિંહ આવેલા ને થોડી જ વારમાં આ આર્યરાજસિંહ રામદેવસિંહ ચુડાસમાના હાથમાં તલવાર, શેલયરાજસિંહ રામદેવસિંહ ચુડાસમાના હાથમાં લોખંડનો પાઇપ તથા હાર્દિકસિંહ વસુદેવસિંહ ચુડાસમાના હાથમાં લાકડી , સોમદેવસિંહ રમૂભા ચુડાસમાના હાથમાં લાકડી લઈને તથા રવિ રાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા ચંદુભા ગંભીરસિંહ ચુડાસમા તથા રામદેવસિંહ રંજિતસિંહ ચુડાસમાઑ ખાલી હાથે ગાળો બોલવા લાગેલા ને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઝઘડો કરવા લાગેલા હતા તેમાં મોટાભાઈ પૂર્વરાજસિંહને આ લોકોને ગાળો બોલવાની ના પડતાં તેમજ તહેવાર હોય ઝઘડો ન કરવા સમજાવતા આર્યરાજસિંહ ચુડાસમાએ તેમના હાથમાની તલવારનો એક ઘા પૂર્વરાજસિંહના ડાબા હાથની આંગળી ઉપર મરેલ અને ઇજા કરેલ તથા ડાબા હાથના અંગૂઠા પાસે ઇજાઓ કરી તથા બરડામાં તથા ડાબા હાથની કોણી ઉપર લાકડી વડે મૂઢ ઇજાઓ કરી જેથી આ સાતેય ઇસમો વિરુદ્ધ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.