ફટાકડા ફોડતા યુવકને બેફામ કારચાલકે ટક્કર મારી:10 મીટર દૂર પડ્યો, સ્થળ પર જ મોત નીપજ્યું; કારચાલક ફરાર, પુણે પોલીસે શોધખોળ હાથ ધરી
મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે યુવક લગભગ 10 મીટર દૂર જઈને પડ્યો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવરે કાર રોકી નહોતી. હાલ પુણે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે. આખી ઘટનાને સિલસિલેવાર રીતે વાંચો...
પોલીસના જણાવ્યા અનુસાર યુવક ઓળખ 35 વર્ષીય સોહમ પટેલ તરીકે થઈ છે. દિવાળીની રાત્રે સોહમ રસ્તા પર ફટાકડા ફોડી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના ઘરનો એક બાળક રસ્તાની વચ્ચે આવે છે અને ફટાકડા સળગાવવાનો પ્રયાસ કરે છે. આ જોઈને સોહમ પણ રસ્તા પર આવે છે અને બાળકને એક સાઈડમાં કરી દે છે. એટલામાં જ એક કાર તેજ ગતિએ આવે છે અને તેને ટક્કર મારે છે. સોહમ કેટલાય મીટર દૂર પડે છે. તેનું ઘટનાસ્થળે જ મોત થાય છે. કાર અકસ્માત સંબંધિત આ સમાચાર પણ વાંચો... ટ્રાફિક પોલીસના જવાનોને બોનેટ પર લટકાવી 100 મીટર સુધી ઢસડ્યા, પછી બ્રેક મારીને નીચે પાડ્યા; Video દિલ્હીના બેર સરાય રેડ લાઈટ ક્રોસિંગ પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે ટ્રાફિક પોલીસકર્મીઓ કારના બોનેટ પર લટકી રહ્યા છે, જ્યારે ડ્રાઈવર પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો છે અને તે બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટના શનિવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ હોવાની જણાવવામાં આવી રહી છે. દિલ્હીના બેર સરાયનો આ વીડિયો રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કરી રહ્યો છે. વીડિયો જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પોલીસ જ સુરક્ષિત નથી ત્યારે જનતાનું શું થશે? (વાંચો સંપૂર્ણ સમાચાર...)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.