દામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્ન દ્વારા નિર્માણ પક્ષી ઘર નું લાભ પાંચમ ના પાવન પર્વ એ વરિષ્ઠ સંતો ની નિશ્રા માં લોકાર્પણ
દામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર દ્વારા લાભ પાંચમ ના દીને પક્ષીધર લોકાર્પણ મુક પક્ષી પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાવતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા ના પૌત્ર રત્નો પરેશભાઈ દેવશીભાઈ હિમતભાઈ દેવશીભાઈ ગોપાલભાઈ દેવશીભાઈ હરેશભાઇ દિયાળભાઈ આશિષભાઈ દિયાળભાઈ દ્વારા દામનગર શહેર માં પર્વેશતાજ દાર્શનિક ભાગે અતિ નયન રમ્ય પક્ષી ઘર નિર્માણ કરાવ્યું જે શહેર ની શોભા માં અભિવૃદ્ધિ સાથે મુક પક્ષી માટે આશીર્વાદ રૂપ આશિયાનો નિર્માણ કરાવી પૂર્વજ ની સ્મૃતિ માં વંદનીય પરમાર્થ નું કાર્ય કર્યું છે
"દયા એવી ભાષા છે બહેરા સાંભળી શકે અને મૂંગા પણ સમજી શકે"
વાત્સલ્ય મૂર્તિ સ્વ સવિતાબેન અને કાળુભાઈ કાનજીભાઈ સદહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જનમાનસ માં જીવંત રહે તેવા ઉમદા અભિગમ સાથે જગત નો સૌથી પ્રાકૃતિક ધર્મ સેવા છે તેને સાર્થક કરતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્નો દ્વારા નિર્માણ પક્ષી ઘર નું તા ૦૬/૧૧/૨૪ ને બુધવાર લાભ પાંચમ ના દીને વરિષ્ઠ સંતો કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રસાદદાસજી દામનગર ગુરુકુળ અને શ્રી સ્વામી વિષ્ણુ પ્રસાદદાસજી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસ ની પાવન નિશ્રા માં અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અને રાજસ્વી અગ્રણી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.