રાણાવવાના બાપોદર ગામે સતીઆઈ નાગલ માતાજીની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે મૂર્તિનું સામૈયું નીક્યું. - At This Time

રાણાવવાના બાપોદર ગામે સતીઆઈ નાગલ માતાજીની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે મૂર્તિનું સામૈયું નીક્યું.


સતીઆઈ નાગલ માતાજીની મૂર્તિને વાજતે ગાજતે સમગ્ર બાપોદર ગામની પ્રદક્ષિણા કરવાઈ.
ગોસા(ઘેડ) તા.૦૩/૧૧/૨૦૨૪ સવંત ૨૦૮૧ કારતક શુદ ભાઈ બીજ તા. ૦૩/૧૧/૨૪ આજના પવિત્ર દિવસે બપોરે ત્રણ વાગ્યે રાણાવાવ તાલુકાના બાપોદર ગામે સતીઆઈ નાગલ માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે મૂર્તિનું ભારે ધામધૂમથી માતાજી ના ગુણગાન સાથે સામૈયું કરવામાં આવ્યું હતું.અને એમાં સમસ્ત બાપોદર ગ્રામજનો તેમજ બહાર ગામથી આવેલા મહેમાનો,ભાવિક ભાઈઓ-બહેનો હર્ષભેર જોડાયાં હતાં.
સતીઆઈ નાગલ માતાજીની મૂર્તિને બોલેરો વાહન જીપમાં બેસાડીને સમગ્ર બાપોદર ગામની ગલીએ ગલીએ પ્રદક્ષિણા કરાવી હતી. અને આ પ્રદક્ષિણા દરમિયાન સમગ્ર બાપોદર ગામના બહેનો તેમજ ભાવિક જનોએ માતાજીનાં પવિત્ર ભક્તિગીતો ગાય ગુણગાન ગાયાં હતાં.
આવતી કાલે એટલે કે તારીખ ૪, નવેમ્બર, ૨૦૨૪ના સોમવાર રોજ સવારે નવ વાગ્યે પંડિતો દ્વારા શસ્ત્રોક્ત વિધિ વિધાનથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવેશ. ત્યાર બાદ હોમહવનની પૂર્ણાહૂતિ બાદ બાપોદર ગામના ચોકમાં આવેલા કંથારાના ઓટા પર મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે એવું લેખક ભરત બાપોદરાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર :-વિરમભાઇ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.