RMCની નોટિસોને ધ્યાને ન લેનારાની મિલકતો પર બુલડોઝર ફરશે, વધુ ભીડ એકત્ર થતી હોય એવા વિસ્તારોમાં પહેલા કાર્યવાહી થશે
દેશભરમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ લોકો દિવાળીનાં તહેવારો માણી રહ્યા છે. જોકે, તહેવારો પૂર્ણ થયા બાદ એટલે કે લગભગ લાભ પાંચમ પછી મનપા દ્વારા ધાર્મિક અને અન્ય ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાશે. આ કામગીરી દરમિયાન વધુ ભીડ એકત્ર થતી હોય તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવશે. મનપા કમિશનરે છેલ્લા બે વર્ષમાં ટીપી બ્રાન્ચ દ્વારા ઇશ્યુ થયેલી નોટિસો અંગે વિગતો મંગાવી છે ત્યારે મનપા દ્વારા અપાયેલી આ નોટિસોને ધ્યાનમાં ન લેનારાની મિલકતો પર બુલડોઝર ફરે એવી પૂરતી સંભાવના છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.