નવા વર્ષ માં ચામુંડા માતાજી ની રંગોળી કરવામાં આવી.
હસ્તકાલા એક આગવી શૈલી છે જે અંતરિયાળ વિસ્તાર માં પણ હુન્નર ધરાવે છે.ત્યારે સાયલા તાલુકા ના સેજકપર ગામના નવ યુવાન દિવ્યરાજભાઈ વલકુભાઈ ખવડ દ્વારા દિવાળી પર્વ માં ચામુંડા માતાજી ની આબેહૂબ રંગોળી બનાવી છે. જેને બનાવવામાં અંદાજે છ થી સાત કલાક જેટલો સમય લાગ્યો હતો. દિવ્યારાજભાઈ નું જીવન નાનપણ થી જ પ્રભુ ભક્તિમાં ઉત્સાહ ધરાવે છે. સ્વાધ્યાય કેન્દ્ર માં તથા નવરાત્રી દરમ્યાન તેમના કંઠ ના સુર મધુર સંભળાય છે. ગામમા બહેનો દ્વારા બનાવેલ અવનવી રંગોળી પણ જોવા મળી હતી આવા અનેક ગામમાં કલા ધરાવતા યુવાનો છે પણ એમને ગામડામાંથી આગળ કારકિર્દી વધે તે માટે સંસ્થાઓ અધિકારીઓ, સરકાર દ્વારા માર્ગદર્શન થી મદદ મળે એવી અપીલ છે.
રિપોર્ટર :રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.