બોટાદ ૧૮૧ અભયમ ટીમે આત્મહત્યા કરવા ગયેલ મહિલાને બચાવી આપ્યું નવું જીવન
(અજય ચૌહાણ દ્વારા)
અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહિલાએ આત્મહત્યા નહીં કરવાનો લીધો સંકલ્પ. ગઇ તા:-૨૭-૧૦-૨૦૨૪ ના રોજ બોટાદ સી ટી વિસ્તારમાંથી એક પીડિત મહિલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ અને સાસુ ના ત્રાસ થી આત્મહત્યા કરવી છે એવી માહિતી મળતા જ જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ આલ ગીતાબેન તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે રવાના થયેલ અને રસ્તામાં ૧૮૧ ટીમ દ્વારા મહિલાને ફોન કરેલ અને સતત ફોનમાં વાતચીત શરૂ રાખેલ હતી ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી મહિલા ને રૂબરૂ ૧૮૧ ની ટીમ મળી ને વાતચીત કરતા કાઉન્સેલિંગ દરમિયાન મારે મરી જવું છે એવા શબ્દો બોલતા હતા અને રડતા હતા ૧૮૧ ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ આપઘાતના પ્રયાસ અંગે પૂછતા પીડિત મહિલાએ પોતાના પર વીતી રહેલી વિગત જણાવતા કહેલ કે તેના પતિ વારંવાર શારીરિક- માનસિક ત્રાસ આપતા હોય છે ઘર ખર્ચ માટે પૈસા આપતા નથી તેમજ સાસુ ઘરકામ બાબતે વારંવાર બોલતા હોય છે તેઓના વચ્ચે ત્રણ દિવસ થી ઝઘડા થતા હતા આજ રસોઈ બનાવવા બાબતે થઈને સાસુ-વહુનો ઝઘડો થયેલ આ વાત મહિલાએ તેના પિયરમાં જણાવેલ તો તેમના દ્વારા જણાવેલ કે સાસરીમાં બધું સહન કરવું પડે.મહિલા ને બન્ને પરિવાર તરફથી સાથ-સહકાર ન મળતા દુઃખી થયેલ અને આત્મહત્યાનો વિચાર કરેલ અને ગળો ફાંસો ખાવા દુપટ્ટો લઈને ઘરનો દરબાજો બંધ કરી રૂમમાં પુરાઈ ગઈલ હતા ૧૮૧ ટીમે મહિલાને સમજાવેલું કે મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી અને તેના પતિ ને લગ્ન જીવનમાં આવતી ફરજો વિશે સમજ કરેલ તેમના સાસુ ને સમજાવેલ મહિલાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માંગેલ અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેવી બાહેધરી આપતા, બંને પતિ-પત્ની અને સસુ-વહુ વચ્ચે થયેલ ઝઘડા નું સુખદ સમાધાન કરાવેલ અને મહિલાએ રાજી ખુશીથી પોતાના પતિ સાથે રહેવા નું નક્કી કરેલ અને કોઈ દિવસ આત્મહત્યા નહીં કરવાનો નિર્ણય કરેલ. પતિ-પત્નીએ અભયમ ટીમની ઉમદા કામગીરીને બિરદાવી અને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.