જસદણ રાતભર આતશબાજીના રંગોમાં રંગાયું: કાલે શનિવારે નૂતન વર્ષ - At This Time

જસદણ રાતભર આતશબાજીના રંગોમાં રંગાયું: કાલે શનિવારે નૂતન વર્ષ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ દીપાવલીની ગત ગુરુવારની રાત્રિ જસદણના શહેરીજનોએ ભારે ઉમંગ અને ઉત્સાહથી કરી હતી. હવે કાલે નૂતનવર્ષની ઊજવણી કરવામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જસદણમાં ગત સાંજે સાત વાગ્યેથી ફટાકડાંની ગુંજ શરૂ થઈ ત્યારબાદ સવારના સાત વાગ્યાં સુધીમાં આતશબાજીના રંગોથી જસદણનું ગગન ઝળહળતું કરી નાખ્યું હતું. આ ઉપરાંત ઘરે ઘરે દીવા રોશની અને ચોપડા પૂજન જેવા અનેકવિધ કાર્યક્રમોમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રકાશના પર્વને ઉત્સાહથી મનાવ્યું હતું. આજે ધોકો કાલે શનિવારે નૂતનવર્ષને હવે થોડાં કલાકો બચ્યાં છે. ત્યારે તે પૂર્વે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ નૂતનવર્ષની આગોતરી શુભેરછા નાગરિકોને પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સવંત ૨૦૮૧ નું વર્ષ તમામ શહેરીજનોના જીવનમાં અઢળક ખુશીઓ લઈને આવે અને તેમના તમામ સ્વપ્ન પુર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જસદણમાં ભાજપની સરકાર દ્વારા સતત વિકાસ ના કાર્યો થઈ રહ્યાં છે તે વિકાસ અવિરત પણે થતો રહે એમ જણાવી સર્વે નાગરીકોને નવલાં વર્ષની શુભેચ્છા પાઠવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.