કકળાટ કાઢવા નો રિવાજ પરંપરા કે યુગો યુગાંતર ચલી આવતી પ્રથા વચ્ચે વિવેક પંથી મનસુખ કાસોદરિયા નો અનોખો વિવેકવાદ - At This Time

કકળાટ કાઢવા નો રિવાજ પરંપરા કે યુગો યુગાંતર ચલી આવતી પ્રથા વચ્ચે વિવેક પંથી મનસુખ કાસોદરિયા નો અનોખો વિવેકવાદ


કકળાટ કાઢવા નો રિવાજ પરંપરા કે યુગો યુગાંતર ચલી આવતી પ્રથા વચ્ચે વિવેક પંથી મનસુખ કાસોદરિયા નો અનોખો વિવેકવાદ

વડા થેપલા ફેંકવા થી કકળાટ નીકળતો હોય તો સરહદ ઉપર ફેંકી યુદ્ધ ગ્રસ્ત દેશો નું યુદ્ધ બંધ કરવું જોઇ

સુરત મૂળ સૌરાષ્ટ્ર નાં પાલીતાણા તાલુકા નાં આદર્શ ગામ ખાખરિયા ના સામાન્ય ખેડૂત પરિવાર નાં મનસુખભાઈ કાસોદરિયા એટલે અનેક વિધ સેવા ઓનો પર્યાય કોઈ વાદ વિવાદ વગર પોતા ના અંતર આત્મા નાં અવાજ થી વિવેક પૂર્વક કામ છેલ્લા આઠ વર્ષ થી કરે છે કકળાટ કાઢવા ની પરંપરા રિવાજ પ્રથા જે કહો તે પણ અતિ મોંઘી દાળ ખાદ્યદ્રવ્ય અને તેલ નાં ઉપિયોગ થી બનતા વડા ફેંકી કકળાટ નીકળતો હશે ? રામ જાણે પણ યુગો યુગાંતર ચાલતી આ પ્રથા માં કોઈ વિરોધ વગર આપના હાથ જગન્નાથ શહેર ની વિવિધ સોસાયટી ઓનાં ચોરા ચાવડી ચોક ઉપર કકળાટ કાઢવા ફેંકવા માં આવેલ ટન મોઢે વડા એકત્રિત કરી યોગ્ય જગ્યા એ પહોચાડવા નું ઉતમ કામ કોઈ સ્વાર્થ પદ પ્રતિષ્ઠા વગર કરે છે. "જો અન્ન ફેંકવા થી કકળાટ નીકળી જતો હોય તો યુદ્ધ ગ્રસ્ત દેશો ની સરહદો ઉપર વડા ફેંકી યુદ્ધ બંધ કરવું જોઈ એ "
કાળી ચૌદસ ની રાત્રે સુરત શહેર ની વિવિધ સોસાયટી ઓમા ચોક માં ફેંકવા માં આવતા વડા અને થેપલા પૂરી જેવા ખાદ્ય પદાર્થ એ અન્નપૂર્ણા નો પ્રસાદ ગણાવી સોશિયલ મીડિયા અને સૌ કોઈને રૂબરૂ મળી એવી સલાહ સૂચન અને નમ્ર વિનંતી કરી હતી કે આપ સર્વે ચોક માં વાસણ કે બોક્સ રાખીને તેમાં આ બધા વડા થેપલા પૂરી મૂકી દેજો મધ્ય રાત્રીએ સમગ્ર સોસાયટી ઓમા વાસણ અને બોક્સ માં એકત્ર થયેલ ખાદ્ય પદાર્થ ને નજીક ની ગૌશાળા માં અર્પણ કરવામાં આવે છે મનસુખભાઈ કાસોદરિયા સંસ્કૃતિ પ્રકૃત્તિ પયૉવરણ ની જાળવણી માટે એક સક્રિય સૈનિક બનતા આવ્યા ૧૦૦ થી વધુ વખત રક્ત દાન ઉપરાંત ગરીબ ગરબા ઓને કપડાં ખાદ્ય દ્રવ્ય અને ગ્રીન આર્મી સંસ્થાન નાં સૈનિક તરીકે શહેર નું પર્યાવરણ બચાવવા વર્ષ ૩૬૫ દિવસ વહેલી સવાર માં કોઈ પણ જાત ની સ્વાર્થ વગર વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેર નું કપરું કાર્ય કરે છે
જેમની એક હાકલ કે નિવેદનનું કોઇ ઉલંઘન કરતું નથી.આ વિવેકવાદ ની દૂરંદેશી સર્વ સ્વીકાર્ય બને તેમાં કોણ નાં કહી શકે.મનસુખભાઈ નો વિચાર અતિ વ્યાપક બની ટ્રેકટર મોઢે વેડા યોગ્ય જગ્યા એ પહોચાડવા માં સમાજ સેવક અને ગૌ સેવક ની સેવા નું સમર્થન પ્રાપ્ત થતું રહે છે ભગવતી મા મિત્ર મંડળ ને. સેવા ને સલામ સેવાની ભાવના ને વંદન

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.