આજે સિહોર પોલીસે સ્ટાફ આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગરીબ બાળકો ને કપડાં ચપ્પલ. મીઠાઈ. ફટાકડા. નાસ્તો કરાવી દિવાળીની ઉજવણી કરી
શિહોર પોલીસે સ્ટાફ દ્વારા અનેક શ્રમજવી પરિવારોની દિવાળી સુધારી છે. તેમને આજે થેંક્યું કહેવું છે.....આમ તો સામાન્ય દિવસમાં અમે તમને સાહેબ જ કહીએ છીએ પણ આજે તમને દોસ્ત કહેવાનું મન થાય, આજે તમે પણ માઁ અને ભગવાન જેટલા જ નજીક લાગી રહ્યા છો. અમને ખબર છે કે રાત્રે અમે નિરાંતે અમારા પરિવાર સાથે સુઈ જઈએ છીએ કારણ તમે અમારૂ ધ્યાન રાખવા તમારા પરિવારને છોડી રાત્રે પોલીસની વાનમાં અમારી સલામતી માટે ફરતા હોય છો, અમે દિવાળીમાં ફટાકડા ફોડતા હોઈએ ત્યારે તમે તારા બાળકોને પત્ની પાસે મુકી અમારા માટે દિવાળીના બજારમાં સલામતીની ચીંતા કરતા ઉભા હોવ છો, અમે ઉત્તરાયણમાં ધાબા ઉપર પતંગ ચઢાવતા હોઈએ ત્યારે તમે ચાર રસ્તે બેઠા હોય છો. તમે પોલીસ થયા પછી એક પણ તહેવાર તમારા પરિવાર સાથે ઉજવ્યો નથી, તમે અને તમારા પરિવારે આ જ જીંદગીની નસીબની બલિહારી માની લીધી છે. આમ તમારી અનેક સારી બાબતો પણ છે જે અમને સલામતીનો અહેસાસ કરાવે છે, છતાં તમે પોલીસ છો એટલે તમારે તો સારૂ કામ કરવાનું જ છે તેવુ માની અમે તમને કયારેય થેંકયુ કહેતા નથી, પણ જો તમારાથી નાની અમથી ભુલ થાય તો અમે ગાઈ વગાડી તેનો ઠંઠેરો પીટઈએ છીએ, છતાં તમને આજે થેંકયુ કહેવાનો સમય આવ્યો છે જે અમારે ચુકવો જોઈએ નહીં, સિહોર શહેરના અનેક સ્લમ વિસ્તારો, ગરીબ પરિવારો, બાળકો તેની સાથે તારે કોઈ દેવાદેવા ન્હોતી, તમારૂ કામ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હતું, તમારે તમારૂ પોલીસ સ્ટેશન અને કયાંક રસ્તો બંધ થયો હોય તો ટ્રાફિક નિયંત્રણ કરવાનું હતું, પણ દોસ્ત તમે તમારી કાયદા પોથી બાજુ ઉપર મુકી ખાખીની પાછળ પણ માણસ જીવે છે તે સાબીત કરી આપ્યુ, કે ગરીબ બાળકોના જીવનમાં પણ દિવાળીનો પ્રકાશ છે.ગરીબના અનેક પરિવારના બાળકોને તે કપડાં,ચપ્પલ, મીઠાઈ ફટાકડા લઇ આપી, ફટાકડા ફોડાવતા અને પોલીસ મથકમાં ભોજન કરતા બાળકોના મુખે જે સ્મિત રેલાયું તેનું વર્ણન અહીં થઈ શકે તેમ નથી તમેં જે કર્યુ તે કાબીલેદાદ છે તસવીરો જોઈને લાગ્યું કે તમારી અંદરનો માણસ હજી જીવે છે, જેને બીજાના પરિવારની પણ ચીંતા છે, આ દ્રશ્યો જોઈને તમને સલામ કરવાનું મન થાય છે. હાલ ફરજ બજાવતા પોલીસ મથકના પીઆઇ જાડેજા હોય કે અગાઉના પીઆઇ ભરવાડ, શક્તિસિંહ ઝાલા, પ્રવીણ સોલંકી હોય આ બધા ઉત્તમ માણસ હોવાના પ્રતિક છે, જેમનો પોલીસના નાતે જ નહીં પણ એક માણસ હોવાને નાતે માણસ ઉપર હજી પણ ભરોસો કરી શકાય તેવી આશાને જીવંત રાખવાનું કામ કર્યુ છે. આજના દિવસે આ પ્રકારે કામ કરનાર પોલીસ કર્મીઓ અને જવાનોના તમામના નામ લખીએ તો કદાચ આ જગ્યા પણ નાની પડે, પણ હું સમગ્ર સિહોર પોલીસને ફરી એક વખત થેંકયુ કહીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી અંદર રહેલી સારપને કાયમ આમ જીવંત રાખે.. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
-
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.