ગઢડા BAPS મંદિરે દિવાળી ના પર્વ નિમિત્તે શાસ્ત્રોકત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું - At This Time

ગઢડા BAPS મંદિરે દિવાળી ના પર્વ નિમિત્તે શાસ્ત્રોકત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું


ગઢડા BAPS મંદિરે દિવાળી ના પર્વ નિમિત્તે શાસ્ત્રોકત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે,મોટી સંખ્યામાં શહેરનાં વેપારીઓએ ચોપડા પૂજન કાર્યક્રમમા ભાગ લીધો હતો.

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલા નદિના કાંઠે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરઆવેલું છે. મંદિર દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાંઆવતી હોય છે ત્યારે દિવાળી ના તહેવારની ભવ્યઉજવણી કરવામાં આવી રહી છે.
ગઢડા અક્ષર પુરુષોત્તમ મંદિરે છેલ્લાં ચારેક દિવસથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે, ગઈકાલે ગાયોનું પૂજન, લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે ચોપડા પૂજન કરાયુ છે. ગઢડા શહેરનાં વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર ના ચોપડા નું ભગવાનના દરબારમાં સંતોના હસ્તે શાસ્ત્રોકત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.

ગઢડા અક્ષર પુરુષોત્તમ મંદિરે યોજાયેલ ચોપડા પૂજન કાર્યક્રમને લઈને મંદિરના કોઠારી અધ્યાત્મિક સ્વરૂપ સ્વામીએ માહિતી આપી હતી.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા સ્વામીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.