સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સેવા વસ્તિમા કપડા, મીઠાઈ અને ફટાકડા નું વિતરણ કરવામાં આવ્યું
(કનુભાઈ ખાચર દ્વારા )
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસ્ત્રદાન અભિયાન ચાલી રહ્યું છે,જે અંતર્ગત બોટાદ જિલ્લામાં બોટાદ નગર ખાતે યુવા બોર્ડ સંયોજકો દ્વારા એકત્ર કરવામાં આવેલ કપડાં, ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા પુર્વ મહામંત્રી ગૌતમભાઈ ખસીયા તરફથી મીઠાઈના બોક્સ તથા શૈક્ષણિક સંસ્થાના મિત્રો દ્વારા ફટાકડા નું તુરખા રોડ સેવા વસ્તીમાં વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં ગૌતમભાઈ ખસીયા (પુર્વ બોટાદ જિલ્લા મહામંત્રી), હિતેન્દ્રસિંહ ડાયમા(યુવા બોર્ડ જિલ્લા સંયોજક), પ્રવિણભાઇ ખાચર(પ્રસિદ્ધ સ્ટેજ સંચાલક અને નેશનલ એવોર્ડિત શિક્ષક), જનકભાઈ સાંબવા (અધ્યક્ષ રાષ્ટ્રીય શૈ.મહાસંઘ બોટાદ), મનોજભાઈ વ્યાસ, અનિલભાઈ જાદવ,ઉદીતભાઈ જોષી(જિલ્લા આઈટી ઇન્ચાર્જ),યુવા બોર્ડ નાં સંયોજકો જગદીશભાઈ પરમાર, દીપકભાઈ ચૌહાણ, સ્મિત રબારી, રાજવિરસિંહ રાઠોડ, શૈલેષભાઈ કાલીયા ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.