માનનીયા કેન્દ્રીય મંત્રી અને બોટાદ ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયાએ સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેનના ધોલા સ્ટેશન પર વધારાના સ્ટોપેજનું શુભારંભ કર્યું - At This Time

માનનીયા કેન્દ્રીય મંત્રી અને બોટાદ ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયાએ સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેનના ધોલા સ્ટેશન પર વધારાના સ્ટોપેજનું શુભારંભ કર્યું


(અસરફ જાંગડ દ્વારા)
રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, 30 ઓક્ટોબર, 2024 થી, ટ્રેન નંબર 20965 સાબરમતી-ભાવનગર દૈનિક ઇન્ટરસિટી ટ્રેનનું સ્ટોપેજ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ધોલા સ્ટેશન પર શરૂ થયું છે. 30 ઑક્ટોબર, 2024 (બુધવાર) ના રોજ, ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા દ્વારા ધોલા સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને વધારાના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યુ. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃહાલમાં, ભાવનગરથી ગાંધીગ્રામ સુધી ચાલતી ટ્રેન નંબર 20966 ભાવનગર-સાબરમતી દૈનિક ઇન્ટરસિટી ટ્રેનનો ધોલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 6.50/6.51 વાગ્યાનો રહેશે. તેવી જ રીતે, ગાંધીગ્રામથી ભાવનગર સુધી ચાલતી ટ્રેન નંબર 20965 સાબરમતી-ભાવનગર દૈનિક ઇન્ટરસિટી ટ્રેનનો ધોલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 19.45/19.46 કલાકનો રહેશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ધોળાના લોકો, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો તેમજ ધોળાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાં હાજર લોકોએ સ્ટોપેજ મળવા બદલ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.