સંસ્કૃતિ ની જાળવણી સાથે અબોલ જીવ સેવા માટે આંઠ વર્ષથી પુરુષાર્થ સાથે પ્રયાસ કરતો એક ચહેરો એટલે એમ. ડી. કાસોદરિયા.... - At This Time

સંસ્કૃતિ ની જાળવણી સાથે અબોલ જીવ સેવા માટે આંઠ વર્ષથી પુરુષાર્થ સાથે પ્રયાસ કરતો એક ચહેરો એટલે એમ. ડી. કાસોદરિયા….


સંસ્કૃતિ ની જાળવણી સાથે અબોલ જીવ સેવા માટે આંઠ વર્ષથી પુરુષાર્થ સાથે પ્રયાસ કરતો એક ચહેરો એટલે એમ. ડી. કાસોદરિયા....

સેવા ના સેવક મનસુખભાઈ કાસોદરિયા એ સુરત માં કોઈ પણ વ્યક્તિ ની શ્રદ્ધા ને દુભાવ્યા વગર ગઈકાલે કાળી ચૌદસ ની રાત્રે ચોક માં મુકવામાં આવતા વડા અને થેપલા પૂરી જેવા ખાદ્ય પદાર્થ ને અન્નપૂર્ણા નો પ્રસાદ ગણાવી સોશિયલ મીડિયા અને સૌ કોઈને રૂબરૂ મળી એવી સલાહ સૂચન અને નમ્ર વિનંતી કરી હતી કે આપ સર્વે ચોક માં વાસણ કે બોક્સ રાખીને તેમાં આ બધા વડા થેપલા પૂરી મૂકી દેજો....

મનસુખભાઇ અને તેમની ટીમ દ્વારા મધ્ય રાત્રીએ સમગ્ર વાસણ અને બોક્સ માં એકત્ર થયેલ ખાદ્ય પદાર્થ ને નજીક ની ગૌશાળા માં અર્પણ કરવામાં આવ્યું હતું..

મનસુખભાઇ ના જણાવ્યા અનુસાર તેમનું કહેવું એટલુ જ છે કે અન્નપૂર્ણા માતાજી નો અનાદર કે અપમાન નહિ કરતા જે ખાદ્ય ચીજ વસ્તુઓ ભેગી થાય તે પાણી વગર ની રહે અને અબોલ જીવ ના મુખે જાય તેવા હેતુસર છેલ્લાં આંઠ વર્ષથી આ પ્રયાસ હાથ ધરવામાં આવે છે જેનો જાહેર જનતા પણ પ્રતિસાદ આપે છે.

મનસુખભાઈ સંસ્કૃતિ પ્રકૃત્તિ પયૉવરણ ની જાળવણી માટે એક સક્રિય સૈનિક બનતા આવ્યા છે. જેમની હાકલ કે નિવેદનનું કોઇ ઉલંઘન કરતું નથી.
આવા સમાજ સેવક અને ગૌ સેવક ની સેવા ને લાખ લાખ વંદન સહ ભગવતી મા મિત્ર મંડળ ને. સેવા ને સલામ સેવાની ભાવના ને વંદન... આ સૃષ્ટી ના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય એ હેતુસર એક પ્રયાસ કરીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.