રાજકોટના રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ, માત્ર 48 રાજમાર્ગો પર સ્પીડ બ્રેકર પર થર્મોપ્લાસ્ટના પટ્ટા બનાવવાની દરખાસ્ત ભાજપના કોર્પોરેટરોએ ફગાવી - At This Time

રાજકોટના રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ, માત્ર 48 રાજમાર્ગો પર સ્પીડ બ્રેકર પર થર્મોપ્લાસ્ટના પટ્ટા બનાવવાની દરખાસ્ત ભાજપના કોર્પોરેટરોએ ફગાવી


રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 49માંથી 47 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જો કે, રેસકોર્સ સંકુલમાં બોક્સ ક્રિકેટ બનાવવા માટેની મહાનગરપાલિકાના અધિકારીએ મૂકેલી દરખાસ્ત કોર્પોરેટરો દ્વારા ફગાવી દેવામા આવી હતી અને તેવું કારણ અપાયું છે કે, બોક્સ ક્રિકેટને કારણે આસપાસના લોકોને મુશ્કેલીઓ પડે છે. જેથી આ પ્રકારના બોક્સ ક્રિકેટ મહાનગરપાલિકા શરૂ નહીં કરે. આ ઉપરાંત 48 રાજમાર્ગો ઉપર થર્મોપ્લાસ્ટ કરવાની દરખાસ્ત પણ નામંજૂર કરાઈ હતી.

દિવાળી બાદ માત્ર રાજમાર્ગો જ નહીં પરંતુ પૂરા રાજકોટ શહેરના 18 વોર્ડમાં આવેલા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટ અને રેડિયમના પટ્ટા લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ડેપ્યુટી કમિશનરોની સત્તામાં વધારો થયો છે. એટલે કે, તેઓ હવે રૂ. 5 લાખને બદલે રૂ. 10 લાખના ખર્ચને મંજૂરી આપી શકશે. જ્યારે તેમને અપાતી ગ્રાન્ટ રૂ. 10 લાખમાંથી રૂ. 15 લાખ કરવામા આવી છે. એટ્લે મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાના અધિકારીઓએ કરેલી 2 દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર ઉપરાંત ભાજપના 12 કોર્પોરેટરોએ ફગાવી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.