આજે એક એવા વ્યકિતત્વનો જન્મદિવસ છે કે જઓ સૌના માટે શબ્દોની સેવાના સાથી બનતા આવ્યા છે અને જેનું નામ ડી.એમ. પાનસુરીયા છે.
આજે એક એવા વ્યકિતત્વનો જન્મદિવસ છે કે જઓ સૌના માટે શબ્દોની સેવાના સાથી બનતા આવ્યા છે અને જેનું નામ ડી.એમ. પાનસુરીયા છે.
નિઃસ્વાર્થ ભાવે અને નિરપેક્ષ સેવા કરતા સેવાના સાથી નો માત્ર એક જ ધ્યેય સોશિયલ મીડિયા નેટવર્કિંગ ના માધ્યમ થી સેવા કેવી રીતે થાય...
મળવા જેવા નોખી માટીના અનોખા માનવી સરળ સહજ અને સંવેદનશીલ વ્યકિત ડી.એમ.પાનસુરીયા કદી પોતાની નામના કે વાહવાહી નહી કરતા પરદા પાછળ રહીને જ બાળકોમાં રહેલી ઊર્જાને નામચીન સોશિયલ મીડિયા ઍકટીવીટર ભુવા મહેશ ના વિશાળ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ના માધ્યમથી ઉજાગર કરી બાળકો ને સમસ્ત માનવ સમાજ ના અરીસા માં મૂકી એક નવી ઓળખાણ આપનાર શબ્દો ની સેવાના સાથી બન્યા છે તેથી જ બાળકો માટે એક સારા માર્ગદર્શક શિક્ષક અને દોસ્ત બની ગયા છે. એજ રીતે અતિ જરૂરીયાતમંદ વ્યક્તિ કે પરિવારો જ્યારે કોઈ હૉસ્પિટલ ની સારવાર અર્થે સપડાઈ ગયા હોય ત્યારે તે તેમની જરૂરિયાત પૂરતી આર્થીક મદદ સીધી તેમના જ બેન્ક ખાતામાં મળી શકે તેવા હેતુસર માનવ સમાજ ને આર્થીક અનુદાન માટે સંવેદના સભર શબ્દો વળે પ્રેરિત કરી માનવતા પૂર્ણ કાર્ય કરે છે.
જે પોતાની ઈશ્વરીય આશીર્વાદરૂપી શબ્દોની સેવા દ્વારા સુરત અને રાજકોટ ની સેવાકીય સંસ્થાના લેખ લખી ચૂક્યા છે છતાં ક્યાંય કોઈ દિવસ પોતાનું નામ લખતાં નથી.
તેઓ પોતાના કારખાનામાં જોબવર્ક ના કામમાં વ્યસ્ત હોવાની સાથે સાથે નિઃસ્વાર્થ નિરપેક્ષ આશા કે અપેક્ષા વગર સેવાભાવે પોતાના અદભુત વિચારોના લેખ દ્વારા લોકોની સેવાને બિરદાવી સમાજ સુધી પહોચાડવાની શબ્દો ની સેવા આપે છે આમ તેઓ પત્રકાર નથી છતાં પ્રેસ મિડીયા ન્યુઝ મિડીયા સોશ્યલ મિડીયા ક્ષેત્રે પ્રેરક અને સેવાત્મક શબ્દો ની સેવા માં પ્રસિધ્ધ થઈ ગયા છે.
અત્યારના આ સમયમાં કોઈ પાસે ટાઈમ જ નથી... ત્યારે તેઓ પોતાના વ્યસ્ત જીવનના સમય માંથી સમય કાઢી પ્રેરક શબ્દોથી પોતાના સુંદર વિચારો દ્વારા અદભુત લેખ લખી ચૂક્યા છે તેમજ સેવાકીય સંસ્થાની સેવા ને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી આંગળી ચીંધી શ્રેષ્ઠ માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડે છે.
આવા સેવા ના સાથી ડી.એમ પાનસુરીયા છેલ્લાં 20 વર્ષથી અવિરત જરૂરીયાતમંદ દર્દીઓને જીવનદાન મળે તેવા હેતુસર 58 વખત રકતદાન કરી ચૂક્યા છે.
આજે તેમનો ૪૫ મો જન્મદિવસ હોય ત્યારે તેઓ 59મી વખત રક્તદાન કરી જન્મદિવસ ને સેવાત્મક દિવસ તરીકે ઉજવશે.
આખો સમાજ આ પ્રેરણાત્મક અને અનોખા સેવાત્મક વ્યક્તિને અભિનંદન આપી શુભેચ્છા અને શુભકામનાઓનો વરસાવે છે.
સેવાના સાથી ઉર્ફે ડી.એમ. પાનસુરીયા ને તેમના જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન શુભકામનાઓ હંમેશા નિરોગી, તંદુરસ્ત રહો સ્વસ્થ રહો નિસ્વાર્થ ભાવે સેવાના કાર્યો કરતા રહો અને ભગવાન આપને ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.