વિસાવદર નગરપાલિકાના ભૂગૅભ ગટર કૌભાંડનુ નવુ ગતકડું બહાર આવ્યું - At This Time

વિસાવદર નગરપાલિકાના ભૂગૅભ ગટર કૌભાંડનુ નવુ ગતકડું બહાર આવ્યું


વિસાવદર નગરપાલિકાના ભૂગૅભ ગટર કૌભાંડનુ નવુ ગતકડું બહાર આવ્યુંવિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની એક નવી જ સીરીઝ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેમા ભૂગર્ભ ગટર યોજનાનો મેઈન્ટેન્સની વિગતો પ્રમાણભૂત માહિતી પરથી એવું તારણ નીકળે છે કે દર મહીને નવી કુંડીઓ બાધી છે પણ ક્યાં બાંધવામાં આવી તેની કોઈ વિગત નથી કે કયા બંધાઈ તે પણ લોકોને ખબર નથી.વિસાવદરની જનતાને આ સમાચાર પત્રથી જાણ કરવામાં આવે છે દર વખતે બે લાખ દસ હજાર જેવી રકમનું વિસાવદરની જ એક ખાનગી કંપનીના નામે ઉધારવામાં આવે છે.ગટર યોજનાના મેઈટેન્સનો કોન્ટ્રાક્ટ આપી બારોબાર સેટલમેન્ટ થાય છે.કેમ કે સુવિધાના નામે શુન્ય છે.વિવિધ વિસ્તારોના ગટરના ઢાંકણાઓની હાલત ગંભીર છે.અકસ્માત થવાની સંભાવનાઓ પણ ખૂબ છે ત્યારે આ મરમ્મતને બદલે અધિકારીઓ મનફાવે એમ ખચૅ કરી રહ્યા છે.કેટલાક લોકો તો એમ કહી રહ્યા છે કે ગટરના ઢાંકણાઓ બારોબાર વેચી દેવાનુ એક મસમોટું કૌભાંડ છે જે આવનાર દિવસોમાં બહાર આવશે તેવું એક જે તે જવાબદાર શાસક રહી ગયેલા સભ્યે જણાવ્યું હતું.
રિપોર્ટ મુકેશ રીબડીયા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.