વિસાવદર તાલુકા ના નાના કોટડા ગામે ઇકોજોન નામના રાક્ષસ હટાવો નો નવતર પ્રયોગ - At This Time

વિસાવદર તાલુકા ના નાના કોટડા ગામે ઇકોજોન નામના રાક્ષસ હટાવો નો નવતર પ્રયોગ


વિસાવદર તાલુકા ના નાના કોટડા ગામે ઇકોજોન નામના રાક્ષસ હટાવો નો નવતર પ્રયોગ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે ઇકોજોન નામના રાક્ષસ ને હટાવવા માટે આમ આદમી પાર્ટી વતી અનોખો પ્રયોગ કરવામાં આવ્યો વાત કરવામાં આવેતો હાલમાં સરકાર દ્વારા ગીર વિસ્તાર ના ગામડા માં ઇકો સેન્સિટિવ જોન લાગુ કરવામાં આવ્યો છે તેનો વિરોધ સમગ્ર ગીર વિસ્તાર ના ગામડામાં કરવામાં આવેલ હતો ત્યારે 24તારીખે વિસાવદર ના કાલસારી ગામેથીખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢીને ઇકો સેન્સેટિવ જોન નો વિરોધ દર્શવીને વિસાવદર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપેલ હતું ત્યારે આજે દિવાળી પર્વને લઈને લોકો દ્વારા ફટાકડા માં ઇકોજોન ના પોસ્ટ લગાવીને ફટાકડા ફોડવામાં આવેલ હતા અને ઇકોજોન નું પૂતળું બનાવીને પણ ખેડૂતો દ્વારા વિરોધ દરસાવેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.