બોટાદ જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા - At This Time

બોટાદ જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા


(અસરફ જાંગડ દ્વારા)
સરદાર વલ્લભભાઇ પટેલે, દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં અતિમહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓના સન્માનમાં દરવર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર રાજ્ય સહિત બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અનુસંધાને બોટાદ જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.