બોટાદ જિલ્લામાં ઓછા એમિશન ઉત્પન્ન કરે તેવા ફટાકડાંના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને અસર થતી હોય છે. ત્યારે તેને ધ્યાને રાખીને સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ રીટપીટીશન (સીવીલ) નં.૭૨૮/૨૦૧૫માં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો દરમિયાન જાહેર જનતાને ભયજનક/હાનીકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડા ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે તા.૨૩/૧૦/૨૦૧૮, ૩૦/૧૦/૨૦૧૮, તા.૩૧/૧૦/૨૦૧૮ અને તા.૨૯/૧૦/૨૦૨૧ ના હુકમોથી નામદાર કોર્ટે ચોક્કસ દિશાનિર્દેશો કરેલા છે. તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.૦૯/૧૧/૨૦૨૦ના હુકમથી પ્રદુષણનું પ્રમાણ વધે નહિ તે માટે સાવચેતીનાં પગલાં લેવા તથા માત્ર Green crackers તથા ઓછા એમિશન ઉત્પન્ન કરે તેવા ફટાકડાંના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવા જણાવવામાં આવ્યું છે. ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, ભારત સરકારના તા. ૧૯/૧૦/૨૦૨૦ના પત્રથી ફટાકડાનાં ગેરકાયદેસર આયાત અને વેચાણ સામે પણ પગલાં લેવા જણાવ્યું છે. જેના અમલીકરણ માટે દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત તથા જાનહાનિના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે અને તેઓને અગવડ ન પડે તે માટે બોટાદ જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પી.એલ ઝણકાત દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ૩૩(૧)(યુ) હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાની હદ વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રતિબંધ ફરમાવે છે નામદાર સુપ્રિમકોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર સુપ્રિમકોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ સુપ્રિમકોર્ટનાં તા. ૨૩/૧૦/૨૦૧૮નાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમકોર્ટે પ્રતિબંધ મુકેલ છે. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતનવર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા શત્રે ૨૩,૫૫ કલાક થી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO (પેટ્રોલીયમ એન્ડ એક્સ્પ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન) કઈ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વની સ્તર (Desibel Level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્ષ ઉપર "PESO" ની સુચના પ્રમાણેનુ માર્કિંગ હોવુ જરૂરી છે. હોસ્પીટલ, નર્સિંગહોમ, આરોગ્યકેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી, કે વેચાણ કરી શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય કે કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહેસાણા જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેરરસ્તાઓ, પેટ્રોલપંપ/સી એન જી પંપ/એલ.પી.જી./બોટલીંગ પ્લાન, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકોની નજીકમાં ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના સ્કાયલેન્ટર (ચાઇનીઝ ટુક્કલ/આતાશબાજી બલુન/રોકેટ)નુ ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી સદરહુ હુકમ તા. ૧૫/૧૧/૨૦૨૪ના ૨૪:૦૦ કલાક સુધી અને તા ૨૫/૧૨/૨૦૨૪ ના ૦૦:૦૦ કલાકથી તા.૦૧/૦૧/૨૦૨૫ ના ૨૪:૦૦ કલાક સુધી (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંધન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૦૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે બોટાદ જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.