મોળીલા સીમ શાળા મોઢુકા તા.વીંછિયા ના વિદ્યાર્થીઓએ સાહસ,જીવન ઘડતર અને સુષુપ્ત શક્તિ ખીલવતા એડવેન્ચર કોર્સની તાલીમ લીધી.* - At This Time

મોળીલા સીમ શાળા મોઢુકા તા.વીંછિયા ના વિદ્યાર્થીઓએ સાહસ,જીવન ઘડતર અને સુષુપ્ત શક્તિ ખીલવતા એડવેન્ચર કોર્સની તાલીમ લીધી.*


_વેકેશનમાં મોબાઇલમાં વ્યસ્ત રહેવાને બદલે_.....

*મોળીલા સીમ શાળાના વિદ્યાર્થીઓએ સાહસ,જીવન ઘડતર અને સુષુપ્ત શક્તિ ખીલવતા એડવેન્ચર કોર્સની તાલીમ લીધી.*

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જુનાગઢ દ્વારા 8 થી 13 વર્ષની ઉંમરના બાળકો માટે સાત દિવસના એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો નાનપણથી જ સાહસિક પ્રવૃત્તિઓ કરી પોતાનામાં સાહસિકતાનો ગુણ કેળવે, સામાજિક જીવન ઘડતર કરી, વન પર્યાવરણનું જ્ઞાન મેળવી- કુદરતી વાતાવરણમાં પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે, નેતૃત્વના ગુણો વિકસે એ હેતુથી આ એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

એડવેન્ચર કોર્સમાં ભોજન, નિવાસ,ગણવેશ તેમજ તાલીમ વિનામુલ્યે આપવામાં આવી હતી. પંડિત દિન દયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢના માનદ ઇન્સ્ટ્રકટરો દ્વારા પૂરતી સલામતી સાથે ખડક ચઢાણ, રોક્ કલાયમિંગ, રેપ્લિંગ, જંગલ ટ્રેકિંગ, રિવર ક્રોસિંગની તાલીમ આપવામાં આવી હતી. જેમાં બાળકોને રીવર ક્રોસિંગની પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવી હતી.તાલીમના અંતે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

નવાઈની વાત તો એ છે કે રાજ્યના વિવિધ જિલ્લામાંથી પસંદ થયેલા 70 જેટલા બાળકોમાંથી 24 જેટલા વિદ્યાર્થીઓ મોઢુકા ગામની નાનકડી એવી મોળીલા સીમ શાળાના જ પસંદ થયેલા હતા.

હાલના વેકેશનના સમયમાં દેશી રમતો કે પ્રવૃત્તિઓ કરવાની બદલે બાળકો મોબાઇલમાં વ્યસ્ત બન્યા છે ત્યારે મોળીલા સીમ શાળાના બાળકોએ વેકેશનમાં સમયનો સદુપયોગ કરીને અન્ય બાળકોને નવો રાહ ચીંધ્યો છે.


9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.