ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલા ગીર ગઢડા તાલુકાના 4 ગામના 23 કુટુંબોને મફત પ્લોટની સનદ વિતરણ*
*ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલા ગીર ગઢડા તાલુકાના 4 ગામના 23 કુટુંબોને મફત પ્લોટની સનદ વિતરણ*
-------
*આ સનદથી જરૂરિયાતમંદ લાભાર્થીઓના ઘરમાં સાચા અર્થમાં દિવાળીની ઉજવણી થશે- કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
-------
આજરોજ ધનતેરસના પવિત્ર દિવસે ક્લેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જામવાળા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના જામવાળા, જૂના ઉગલા અને નવા ઉગલા ગામનાં ૨૩ લાભાર્થીઓને મફત પ્લોટની સહાય બાબતે સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ૪ ગામો ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ છે, તે ગામોમાં તાલુકા લેન્ડ કમિટી દ્વારા મંજૂર કરાયેલાં ૨૩ લાભાર્થીઓને મફત પ્લોટનો હુકમ અને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ લાભાર્થીઓને હવે PMAY અંતર્ગત રૂ. ૧,૨૦,૦૦૦/-, મનરેગા યોજના અંતર્ગત આશરે રૂ. ૧૭,૦૦૦/- અને SBM યોજના અંતર્ગત શૌચાલય અને બાથરૂમ સહાય તથા અન્ય લાભો મળવાપાત્ર થશે.
આ સિવાય કલેક્ટરશ્રી દ્વારા ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ આ ગામમાં આંગણવાડી માટેની જમીન ફાળવણીનો હુકમ અર્પણ કરી કલેકટરશ્રીની ગ્રાન્ટમાંથી આંગણવાડી માટે રૂ. ૧૨ લાખની સહાય જાહેર કરવામાં આવી હતી.
કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યારે દિવાળીના નવલા પર્વની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે આ સનદના વિતરણ દ્વારા આ જરૂરિયાતમંદ લાભાર્થીઓના ઘરમાં સાચા અર્થમાં દિવાળીની ઉજવણી થશે.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને અન્ય અધિકારીશ્નીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
-------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.