વડનગર જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત એ આર ટી સેન્ટર દ્વારા એચ આઈ વી માનવીઓને દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ કરવામાં આવી. - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત એ આર ટી સેન્ટર દ્વારા એચ આઈ વી માનવીઓને દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ કરવામાં આવી.


ઉત્તર ગુજરાત આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત એઆરટી સેન્ટર દ્વારા એચ.આઈ.વી સંક્રમિત ૨૨ બાળકો તથા ૨૮વિધવા બહેનો ને દિવાળીના પર્વ નિમિત્તે મીઠાઈ વિતરણ તેમજ ધાબડા અને લગેજ બેગ વિતરણ કરવામાં આવ્યું. જેમાં માનવી ને અંતરમન સૂક્ષ્મ શરીર થી પરમ પિતા પરમેશ્વર ને ધ્યાન યોગ થી અનુભવ કરવો જોઈએ તે પણ સમગ્ર જીવ નું આરોગ્ય તંદુરસ્ત રહે તે પણ કહેવામાં આવ્યું છે. અને દરેક માનવી એ સંધર્ષ કરી ને દુઃખો ની સામે જજુમ પડે અને જીવન જીવી લેવું જે સંધર્ષ કરે તે જીવન જીવી શકે તો ધ્યાન યોગ કરવું જોઈએ તે વાત કરી હતી.
આ પ્રસંગે જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ વડનગરના તબીબી અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષિદ પટેલ સાહેબ તેમજ આરએમઓ શ્રી નરેશ ડામોર સાહેબ, એ આર ટી મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિયા પટેલ, જી એસ એન પી પ્લસ ના પ્રેસિડેન્ટ આશાબેન પટેલ, સ્વામી વિવેકાનંદ ના ટ્રસ્ટી શ્રી રણજીતસિંહ રાઠોડ સાહેબ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને દાતાઓ શ્રી દ્વારા લાભાર્થીઓને મીઠાઈ ફરસાણ ધાબડા તેમજ બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.