નર્મદાના નીર બંધ થતા વોર્ડ નં. 2 અને 3ના લોકો તરસ્યા રહ્યા
આજે વોર્ડ નં.2 અને 3ના અનેક ભાગોમાં પાણીના ધાંધીયા થતા તહેવારોમાં બહેનો હેરાન થઇ ગયા હતા. આ ફરિયાદો મળતા વિપક્ષ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અધિકારીઓનો ઉધડો લેતા નર્મદા લાઇનમાં મેન્ટેનન્સના કારણે રાજકોટને પુરતુ પાણી નહીં મળ્યાની માહિતી સામે આવી હતી.
આજે શહેરના વોર્ડ નં. 2ના વોર્ડ નં. 3ના બજરંવાડી ઝોનના અનેક વિસ્તારોમાં અચાનક પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો. ચૂંટણી સમયે રાજકોટના શહેરીજનોને દરરોજ 30 મિનિટ પાણી આપવાની વાતો કરનારા શાસકો 20 મિનિટ પૂરતું પાણી આપવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે.
શહેરમાં આડકતરો પાણી કાપ ચાલી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે કારણ કે નર્મદાનું પાણી ન મળવાને પગલે કોઈપણ ઝોનમાં પાણીનું લેવલ યોગ્ય ન થતા છાશવારે તે ઝોનમાં પાણી અચાનક બંધ કરી દેવામાં આવેલ છે.
કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, શહેરમાં નર્મદાના પાણીના નામે રોટલા શેકનારા ભાજપના આગેવાનોના અને અધિકારીઓની અણ આવડતને પગલે વખતો વખત પાણીના ધાંધિયા થાય છે. દિવાળીના સમયે જ્યારે 20 મિનિટ ને બદલે ભાજપના વચન મુજબ 30 મિનિટ પાણી મળવું જોઈએ તેને બદલે કોઈપણ જાતની જાહેરાત વગર અચાનક પાણી કાપ લાદી દેવામાં આવ્યો છે.
નર્મદાનું પાણી ટેકનિકલી ફોલ્ટ, વીજફોલ્ટ, ટાંકા રીપેરીંગ, જૂની પાઇપલાઇન બદલી નવી પાઇપલાઇન નાખવાની સહિતના બહાના હેઠળ પાણી કાપ લાદવામાં આવે છે. નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકો એ અગાઉ જણાવ્યું હતું કે નર્મદાનું પાણી પૂરતું નહીં આવે તો એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા જે ઝોનમાં નર્મદાના પાણીની ઘટ રહેશે તે ઝોનમાં ન્યારી અથવા આજીમાંથી પાણી એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા ઘટ્ટ પૂરી કરી દેવામાં આવશે.
આજે વોર્ડ નં.2ના બજરંગવાડી સહિતના અને રેલનગર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ન મળતા મેન્ટેનન્સના પગલે નર્મદાનું પાણી મળેલ નથી તેવું જાણવા મળ્યું હતું. કોંગ્રેસ કાર્યાલયમાંથી ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ વિસ્તારને એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા આજી અથવા ન્યારીમાંથી પાણીની ઘટ પૂરી કરવા જણાવતા અધિકારીએ જણાવ્યું કે આ બાબત પ્રોજેક્ટમાં આવશે આ બાબત કાંઈ ખબર નથી. વોર્ડ નં. 3ના અધિકારીએ કહ્યું હતું કે, જણાવ્યું એક્સપ્રેસ ફીડર દ્વારા હજુ મુહર્ત થયું છે પણ પાણી મળશે નહીં.
ઇજનેરો કહે છે કે, એક્સપ્રેસ ફીડર લાઈનો ફૂલે ફૂલ ચાલે છે. બજરંગવાડી ઝોનની ઘટ પૂરી કરી શકાય નહીં પરંતુ કાલે આ વિસ્તારને અગ્રતા આપી પૂરતું પાણી આપવા પ્રયાસ કરાશે. શાસકોની એક્સપ્રેસ ફીડર લાઇન લોલીપોપ પૂરવાર થઈ છે અને સુરસુરિયું થઈ ગયું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.