કપીલા હનુમાન માર્ગ પર વૃધ્ધાને કપડામાં કેફી વસ્તુ આપી બે શખ્સો સોનાનો ચેઇન અને રોકડ તફડાવી ફરાર - At This Time

કપીલા હનુમાન માર્ગ પર વૃધ્ધાને કપડામાં કેફી વસ્તુ આપી બે શખ્સો સોનાનો ચેઇન અને રોકડ તફડાવી ફરાર


કપીલા હનુમાન માર્ગ પર વૃધ્ધાને કપડામાં કેફી વસ્તુ આપી બે શખ્સો સોનાનો ચેઇન અને રોકડ તફડાવી ફરાર થઈ જતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે ભગવતીપરા શેરી નં.09 દશામાંના મંદીર પાસે રહેતાં ભાનુબેન કીશોરભાઇ ચૌહાણ (ઉ.વ.58) એ પોલીસમાં કરેલ અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે.
સવારે સાડા અગ્યારેક વાગ્યેની આસપાસ તેઓ કપડાની દુકાને દીકરીના કપડા લેવા આવ્યા હતા ત્યારે ત્યાથી નીકળીને પરત ઘર તરફ જતી હતી ત્યારે પ્રહલાદ ટોકીઝ પાસે ખત્રીવાડ ચોક રાજરાજેશ્વર મંદીર કપીલા હનુમાન માર્ગ નજીક એક અજાણ્યો 22 વર્ષીય શખ્સ તેમની પાસે આવેલ અને કહેલ કે, હુ ભૂખ્યો છું, જેથી મને થોડા પૈસા આપો એવું કહેલ ત્યાજ એક બીજો 32 વર્ષીય શખ્સ ઘસી આવેલ જે બન્નેને તેઓ ઓળખતા નથી. તેઓએ એક કપડામાં કંઇક વસ્તુ આપેલ અને કહેલ કે, આમાં કઇક સારી વસ્તુ છે એટલે આપડે અત્યારે આ રાખી લઇએ અને આ વસ્તુમાં શુ છે.
એ તમે જોય લો એટલે તમને વિશ્વાસ આવી જાય, જે જોતા તેમાંથી એક 500 ની નોટ નીકળેલ અને તે લોકોએ વૃધ્ધાનો સોનાનો ચેઈન આપવા કહોલ જેથી પાકીટ અને ચોનાનો ચેઈન તે લોકોને આપી દીધેલ અને ત્યાર બાદ તે શખ્સો ત્યાથી નાસી છૂટ્યા હતાં. બન્ને શખ્સો વૃધ્ધા સાથે વિશ્વાસઘાત કરીને સોનાનો આશરે 2 તોલાનો ચેઇન અને પાકીટમા રાખેલ રૂ.10 હજાર લઇ નાસી છૂટતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપેલ હતી. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.