બોટાદ મુક્તિધામ ખાતે ધન્વંતરિ ભગવાન નું પૂજન અને વૃક્ષારોપણ કરાયું - At This Time

બોટાદ મુક્તિધામ ખાતે ધન્વંતરિ ભગવાન નું પૂજન અને વૃક્ષારોપણ કરાયું


(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ શહેર એક માત્ર ધન્વંતરિ ભગવાની પ્રતિમા મુક્તિધામ પરિસર માં આવેલ છે. પૌરાણિક કથા અનુસાર કાર્તિક માસ ના કૃષ્ણ પક્ષ ની ત્રર્યોદશી એ સમુદ્ર મંથન થયેલું ત્યારે ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા.એટલે આ અવસરે ભગવાનની ની પૂજા કરવામાં આવે છે. ધન તેરસ જે સ્વાસ્થ્ય ના આરાધ્ય દેવ અને આર્યુવેદ અને પર્યાવરણ ના પ્રતિક ભગવાન શ્રી ધન્વંતરિ નો પ્રાગટય દિવસ છે. આજે મુક્તિધામ પરિસર માં કૃષ્ણ પ્રિય કદમ અને શિવ પ્રિય કૈલાસપતિ(શિવલિંગી ) ના પવિત્ર વૃક્ષ નું રોપણ શાસ્ત્રોક્ત વિધિ થી કરવામાં આવેલ.આ પ્રસંગે મુક્તિધામ ના પ્રણેતા ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , ધનજીભાઈ કળથીયા , કિરણ બેન (ગોપી ડ્રેસીસ) , નિરવ ભાઈ જોશી , દિપક ભાઈ વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.