અખનૂરમાં 27 કલાક પછી એન્કાઉન્ટર પુર્ણ:આર્મી એમ્બ્યુલન્સ પર હુમલો કરનારા 3 આતંકવાદીઓ માર્યા ગયા, K-9 સ્ક્વોડનો ડોગ ફેન્ટમ શહીદ - At This Time

અખનૂરમાં 27 કલાક પછી એન્કાઉન્ટર પુર્ણ:આર્મી એમ્બ્યુલન્સ પર હુમલો કરનારા 3 આતંકવાદીઓ માર્યા ગયા, K-9 સ્ક્વોડનો ડોગ ફેન્ટમ શહીદ


જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સોમવારે શરૂ થયેલું એન્કાઉન્ટર 27 કલાક પછી મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે પુર્ણ થયું હતું. સુરક્ષા દળોએ LoC) નજીક ભટ્ટલ વિસ્તારના જંગલમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ગઈકાલે એક આતંકીનો મૃતદેહ મળ્યો હતો, આજે વધુ 2 આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ આતંકવાદીઓએ સોમવારે સવારે લગભગ 7.26 વાગ્યે સેનાની એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો. આમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા, ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ 5 કલાક બાદ 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. K9 ફેન્ટમ ડોગ એન્કાઉન્ટરમાં શહીદ આ એન્કાઉન્ટરમાં સેનાના K-9 સ્ક્વોડ ડોગ ફેન્ટમને પણ ગોળી વાગી હતી. ફેન્ટમ ડોગ પણ શહીદ થયો હતો. જમ્મુના ડિફેન્સ PROએ કહ્યું કે અમે અમારા ડોગ ફેન્ટમના સર્વોચ્ચ બલિદાનને સલામ કરીએ છીએ. જ્યારે અમારા સૈનિકો ફસાયેલા આતંકવાદીઓની નજીક આવી રહ્યા હતા, ત્યારે ફેન્ટમે દુશ્મનના ગોળીબારનો સામનો કર્યો હતો, જેના કારણે તે ઘાયલ થયો. બાદમાં ફેન્ટમ મૃત્યુ પામ્યો હતો. તેની હિંમત, નિષ્ઠા અને સમર્પણ ક્યારેય ભૂલાશે નહીં. હુમલા, સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટરની 3 તસવીરો... આતંકીઓ મંદિરમાં મોબાઈલ ફોન શોધી રહ્યા હતા સુરક્ષા દળોએ જણાવ્યું કે ભટ્ટલ વિસ્તારમાં જંગલ નજીક આવેલા શિવ આસન મંદિરમાં આતંકીઓ મોબાઈલની શોધ કરી રહ્યા હતા. તેમણે કોઈને ફોન કરવો હતો. આ દરમિયાન સેનાની એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થઈ અને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ ગઈ રાત્રે સરહદ પાર કરીને અખનૂર આવ્યા હતા. અઠવાડિયામાં 5મો હુમલો, પરપ્રાંતીયો પર 3 હુમલા 16 ઓક્ટોબર પછી જમ્મુ-કાશ્મીરમાં આ 5મો હુમલો છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે. એ જ સમયે 8 પરપ્રાંતીય લોકોનાં મોત થયાં છે. ઘાટીમાં પરપ્રાંતીયોની હત્યાનું કારણ ​​​​​​​ગુપ્તચર એજન્સીઓએ કહ્યું હતું કે ટાર્ગેટ કિલિંગ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું નવું ષડયંત્ર છે. એવું માનવામાં આવે છે કે તેનો હેતુ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસનની યોજનાઓમાં ખલેલ પહોંચાડવાનો છે. કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે, જેમાં આતંકવાદીઓએ ખાસ કરીને કાશ્મીરી પંડિતો, પરપ્રાંતીય શ્રમિકો અને સરકાર અથવા પોલીસમાં કામ કરતા સ્થાનિક મુસ્લિમોને પણ નિશાન બનાવ્યા છે, જેમને તેઓ ભારતના નજીકના માને છે. આતંકવાદી હુમલા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરનું નવું આતંકવાદી સંગઠન TLM સક્રિયઃ પોલીસનો દાવો - તે આતંકીઓનું ભરતી રેકેટ ચલાવી રહ્યું છે 22 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીરમાં એક નવું આતંકવાદી સંગઠન તહરીક-એ-લબૈક અથવા મુસ્લિમ (TLM)નો ખુલાસો થયો છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગ (CIK) અને પોલીસે મંગળવારે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, અનંતનાગ અને પુલવામામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.