આવાસ કવાર્ટર પાસે ગેરપ્રવૃતિ બંધ કરવાનું કહેતાં યુવાન પર ત્રણ શખ્સનો છરી-પાઈપથી હુમલો - At This Time

આવાસ કવાર્ટર પાસે ગેરપ્રવૃતિ બંધ કરવાનું કહેતાં યુવાન પર ત્રણ શખ્સનો છરી-પાઈપથી હુમલો


આનંદનગર આવાસ કવાર્ટર પાસે ગેરપ્રવૃતી બંધ કરવાનું કહેતાં યુવાન પર ત્રણ શખ્સોએ છરી પાઈપથી હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર આનંદનગર ખોડીયાર ચોકમાં રહેતાં હરીશભાઈ જેરામભાઈ પરમાર (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશીફ હાસમ શાહમદાર મોહસીન હાસમ સાહમદાર અને મુસ્તાક હાસમ શાહમદાર (રહે.આનંદનગર હાઉસીંગ બોર્ડ સરકારી કવાર્ટર)ના નામ આપતાં ભકિતનગર પોલીસે બિએનએક એકટ 115 (2), 118 (1), 351 (2) સહીતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તે મજુરી કામ કરી પરીવારનું ગુજરાત ચલાવે છે.
ગઈકાલે બપોરના સમયે તેઓ ઘર પાસે કવાર્ટરના ખૂણે હતાં ત્યારે આરોપીઓ ત્યાં બેસી ગેર પ્રવૃતી કરી બેઠા હોય જેથી તેમને ગેરપ્રવૃતી બંધ કરવાનું કહેતાં આશીફ શાહમદાર ઉશ્કેરાઈ ગયેલ અને છરી કાઢી કાનના ભાગે ઘા ઝીંકી છેરકો પાડી દિધેલ હતો.તેમજ મોહસીને પાઈપના ઘા પીઢમાં ઝીંકયા હતાં. અને મુસ્તાકે ઢીકા પાટુનો ઢોરમાર મારી ત્રણેય શખ્સો મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતો.બાદમાં ઈજાગ્રસ્તને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ આર.કે.સામુદે અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.