માર્કેટીંગ યાર્ડમાં પૈસાની લેતી-દેતી મામલે બકાલાના ધંધાર્થી માતા-પુત્ર પર હિંચકારો હુમલો
માર્કેટીંગ યાર્ડમાં પૈસાની લેતી-દેતી મામલે બકાલાના ધંધાર્થી માતા-પુત્ર પર જાપડા બંધુઓએ વજનીયાની હુમલો કરતા માતા-પુત્ર ઘવાયા હતો.બનાવ અંગે બિ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે આરટીઓ પાછળ શિવમ સોસાયટી શેરી નં.6માં રહેતા વિજયભાઈ મનુભાઈ ચુડાસમા (ઉ.વ.37)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરબત મમ જાપડા (ઉ.વ.33) અને છગન મમ જાપડા (રહે.બંન્ને મંછાનગર જુના માર્કેટીંગ યાર્ડ પાછળ)નું નામ આવતા બીડીવીઝન પોલીસે બી એનએક એકર 115 (2),118, 177 (2) સહીતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ શાકભાજીનો ધંધો કરે છે.તેઓએ બે વર્ષ પહેલાં આરોપી પરબત પાસેથી રૂ।0 હજાર હાથ ઉછીના લિધેલ હતાં.બાદમાં ફરીયાદીને ધંધામાં મંદિ આવતાં હાથ ઉછીના લિધેલ રૂપિયા પરત આવી શકતા ન હોય જેવી બંન્ને વચ્ચે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી.જે બાદ ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ બંન્ને આરોપી ફરીયાદીના શાકભાજીના થડી પાસે ઘસી જઈ પરબતે રૂપિયા માંગતા ફરીયાદીને હાલ માટી પાસે રૂપિયા નથી અને ધંધામાં મંદિ ચાલે છે. તેમ કહેતાં બંન્ને આરોપી ઉશ્કેરાઈ ગયેલ હતાં.
દરમિયાન યુવાનની માતા વચ્ચે પડતાં તેને પણ આરોપીઓએ ગાળો આપી હતી.દરમિયાન આરોપી પરબતે થડા પર પડેલ લોખંડનું વિજનીયું ઉપાડી યુવાનના માથામાં ઝીંકી દિધું હતું.તેમજ વચ્ચે પડેલ યુવાનના માતાને પણ ધકકો મારી પાડી દિધેલ હતાં. અને તેને પણ વજનીયું ફટકારી દિધેલ હતું.તેમજ આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતો. બનાવ અંગેની ફરીયાદી પરથી બિ.ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.