મહિસાગર : બી આર સી ભવન કડાણા ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કડાણા મહીસાગરની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
મહિસાગર : બી આર સી ભવન કડાણા ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કડાણા મહીસાગરની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના અધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ પટેલિયા સાહેબના અધ્યક્ષપણા હેઠળ સમગ્ર બેઠકનું સંચાલન કરવામાં આવ્યું. બેઠકમાં જિલ્લાના મહામંત્રી પ્રદીપભાઈ પટેલ, કડાણા તાલુકાના TPEO શ્રી મનુભાઈ પટેલ સાહેબ,સંગઠન મંત્રી પ્રભાતસિંહભાઈ પરમાર , વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ પટેલ, રાજ્ય પ્રતિનિધિ પરેશકુમાર પટેલ, સંતરામપુર તાલુકાના મહામંત્રી લક્ષ્મણભાઈ પગી, જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ હીનાબેન ગોસાઈ, કોષાધ્યક્ષ નવનીતભાઈ પંચાલ, સહમંત્રી દિલીપભાઈ પટેલ, જિલ્લાના પૂર્વ મહામંત્રી વીરાભાઇ સંગાડા તેમજ તાલુકાના સર્વે કારોબારી મિત્રો, હોદ્દેદારો મિત્રો,સક્રિય મિત્રો ઉપસ્થિત રહેલા હતા. દિપ પ્રાગટ્ય કરી તાલુકાના મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ પટેલ સાહેબે સ્વાગત પ્રવચન કરી સર્વેને આવકાર્યા હતા ત્યારબાદ એજન્ડા મુજબ બેઠકની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી જેમાં સૌપ્રથમ તાલુકા ની વર્તમાન સદસ્યતાની સ્થિતિની ચર્ચા કરવામાં આવી. આગામી સમયમાં તાલુકામાં મહત્તમ સદસ્યતા થાય તેવા પ્રયત્નો કરવા જણાવવામાં આવેલ હતું અને તાલુકાના સર્વે મિત્રોએ આ વાતને વધાવી લીધી હતી. ત્યારબાદ તાલુકાના અધ્યક્ષ શ્રી મનુભાઈ પટેલ સાહેબની ટીપીઈઓ તરીકે કડાણા તાલુકામાં સેવા આપવા માટે પસંદગી થયેલ હોવાથી તેઓ નિષ્પક્ષપણે પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપેલ હતું તેમજ સંગઠનના અન્ય હોદ્દેદાર મિત્રો બદલીથી અન્ય તાલુકામાં જતા સંગઠનમાં જે જવાબદારીઓ ખાલી પડેલ હતી તે ભરવા માટે સંગઠનનું વિસ્તરણ કરવા માટે ચર્ચા કરવામાં આવી. જિલ્લાની કોર ટીમ દ્વારા તાલુકાની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચાના અંતે કડાણા તાલુકામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શિક્ષક હિત, સમાજ હિત અને વિદ્યાર્થી હિત માં યોગ્ય દિશામાં કામ કરી શકે તે માટે જિલ્લાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ પટેલ દ્વારા તાલુકામાં અધ્યક્ષ તરીકે શ્રી પ્રવિણભાઈ કે.પટેલ, સંગઠન મંત્રી તરીકે કલ્પેશભાઈ પી.પટેલ, કોષાધ્યક્ષ તરીકે ગુલાબસિંહ ખાંટ, ઉપાધ્યક્ષ તરીકે ચંદુભાઈ વાગડીયા, વીરાભાઇ માછી,લક્ષ્મણભાઈ બારીઆ, સહમંત્રી તરીકે મોહનભાઈ પંચાલ, ભીખાભાઈ પટેલ, પ્રચાર પ્રસાર મંત્રી તરીકે કમલેશભાઈ પટેલ, સહ પ્રચાર પ્રસાર મંત્રી તરીકે ભરતભાઈ ડામોર, સહ કોષાધ્યક્ષ તરીકે કૌશિકભાઈ પટેલને તેમજ જિલ્લા કારોબારી સભ્ય તરીકે મોતીભાઈ બારીઆ, હીરાભાઈ ધામોત , શનાભાઈ ઝેડ.માલીવાડ ની જવાબદારી જાહેર કરવામાં આવી. જેને સંગઠનના સર્વે મિત્રોએ ૐ ના ધ્વનિનાદથી વધાવી લઇને અનુમોદન આપેલ હતું. ત્યારબાદ તાલુકાના TPEO શ્રી મનુભાઈ પટેલ સાહેબ, જિલ્લાની કોર ટીમ ના મિત્રો દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના રાજ્ય પ્રતિનિધી શ્રી પરેશકુમાર પટેલ ને રાજ્ય સંગઠનમાં સેવા પ્રકોષ્ટ માં સહ પ્રમુખની જવાબદારી મળવા બદલ અને જિલ્લાના સહમંત્રી શ્રી દિલીપભાઈ પટેલને રાષ્ટ્રિય સ્તરે શૈક્ષિક પ્રકોષ્ટ ના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લા અને તાલુકાના સર્વે હોદ્દેદાર મિત્રો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. તેમજ જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી હીનાબેન ગોસાઈ ની કડાણા તાલુકામાંથી ખાનપુર તાલુકામાં બદલી થતા અને પૂર્વ સંગઠન મંત્રી શ્રી રામાભાઈ ખાંટ વય નિવૃત્ત થતા સંગઠન દ્વારા વિદાય સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સમગ્ર બેઠકના અધ્યક્ષ અને જિલ્લા સંગઠનના અધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ પટેલીયા સાહેબે પ્રેરક પ્રવચન કરેલ હતું. તેમણે નવા તેમજ જૂની યથાવત જવાબદારી ધરાવતા સર્વે મિત્રોને ટીમ કડાણા તરીકે ખભેખભા મિલાવીને શિક્ષક હિત માં કામ કરીને કડાણા તાલુકાનું સંગઠન સદાય અગ્રેસર રહે તે માટે શુભેચ્છા આપેલ હતી. સમગ્ર બેઠકના અંતે તાલુકાના શ્રી વીરાભાઇ માછી સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લાના કોષાધ્યક્ષ શ્રી નવનીતભાઈ પંચાલ સાહેબ દ્વારા કલ્યાણ મંત્ર બોલાવીને બેઠક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.