વડોદરામાં તૈયાર થશે C-295 એરક્રાફ્ટ:482ની સુપર સ્પીડ, 9,000 કિલો વજન સાથે ઉડાન; દેશમાં પહેલીવાર પ્રાઇવેટ કંપની સેના માટે વિમાન બનાવશે - At This Time

વડોદરામાં તૈયાર થશે C-295 એરક્રાફ્ટ:482ની સુપર સ્પીડ, 9,000 કિલો વજન સાથે ઉડાન; દેશમાં પહેલીવાર પ્રાઇવેટ કંપની સેના માટે વિમાન બનાવશે


PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે, બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે. આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. 73 સૈનિક અથવા 48 પેરાટ્રૂપર્સ સાથે ઉડાન ભરી શકે છે બે પાઇલટ દ્વારા C-295 એરક્રાફ્ટ ઊડે છે. આમાં 73 સૈનિક અથવા 48 પેરાટ્રૂપર્સ અથવા 12 સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા 27 સ્ટ્રેચર મેડેવેક સાથે 4 મેડિકલ એટેન્ડન્ટ મુસાફરી કરી શકશે. એ એક સમયે મહત્તમ 9250 કિલો વજન લઈ જઈ શકે છે. એની લંબાઈ 80.3 ફૂટ, પાંખો 84.8 ફૂટ અને ઊંચાઈ 28.5 ફૂટ છે. 482 કિમી પ્રતિ કલાકની ઝડપે 4587 કિમી સુધી જઈ શકે છે આ એરક્રાફ્ટ 7650 લિટર ફ્યૂઅલ સાથે આવે છે. એ મહત્તમ 482 કિમી પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એની રેન્જ 1277થી 4587 કિમી છે. એ એમાં લોડ થયેલા વજન પર આધાર રાખે છે, પરંતુ ફેરી રેન્જ 5 હજાર કિ.મી. છે 13,533 ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. લેન્ડિંગ માટે ટૂંકો રનવે, હથિયારો પણ લગાવી શકાય છે ટેક ઓફ કરવા માટે 844 મીટરથી 934 મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. લેન્ડિંગ માટે માત્ર એક મીટરનો રનવે જરૂરી છે. એમાં છ હાર્ડપોઈન્ટ છે, એટલે કે શસ્ત્રો અને સંરક્ષણ પ્રણાલી લગાવવાની જગ્યા. બંને પાંખો નીચે દરેક ત્રણ-ત્રણ અથવા ઇનબોર્ડ પાઇલન્સ હોઈ શકે છે, જેમાં 800 કિલોનાં હથિયારો રાખી શકાય છે. હૈદરાબાદ બાદ વડોદરા સેન્ટર પ્લેનને આખરી ઓપ આપશે ટાટાએ ગયા વર્ષે નવેમ્બરથી 40 C295 એરક્રાફ્ટ માટે મેટલ કટિંગનું કામ શરૂ કર્યું છે. હૈદરાબાદ હાલમાં એની મુખ્ય કોન્સ્ટિટ્યૂન્ટ એસેમ્બ્લી છે. ઘણા પાર્ટ્સ ત્યાં બનાવવામાં આવશે. ટાટાની હૈદરાબાદ સુવિધા એરક્રાફ્ટના મોટા ભાગોનું નિર્માણ કરશે. આ પછી એને વડોદરા મોકલવામાં આવશે. તમામ C-295 એરક્રાફ્ટ વડોદરામાં ફાઇનલ કરવામાં આવશે, જેમાં એન્જિન લગાવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ સેટ ગોઠવવામાં આવશે. આ પછી એને એરફોર્સને આપવામાં આવશે. 32 નંબરનું એરક્રાફ્ટ સ્વદેશી હશે. હાલમાં 2 ડઝનથી વધુ દેશો આ વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત માટે આ વિમાનો શા માટે મહત્ત્વપૂર્ણ છે? ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. C295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના HS748 એવરોસ એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ AN-32ને બદલવામાં આવશે. શા માટે C-295 એરક્રાફ્ટ ગેમ-ચેન્જર છે? C-295 એ સમકાલીન ટેક્નોલોજી સાથે 5-10 ટન ક્ષમતાનું પરિવહન વિમાન છે, જે ભારતીય વાયુસેનાના જૂના એવા એવરો-748 વિમાનોનું સ્થાન લેશે. C-295 એ 71 સૈનિક અથવા 50 પેરાટ્રૂપર્સના વ્યૂહાત્મક પરિવહન માટે અને વર્તમાન ભારે વિમાનો માટે અનુકૂળ ન હોય તેવા સ્થાનો પર લોજિસ્ટિક કામગીરી માટે વપરાતું શ્રેષ્ઠ વિમાન છે. મજબૂત અને ભરોસાપાત્ર કહેવાતું આ એરક્રાફ્ટ તમામ હવામાન પરિસ્થિતિઓમાં 11 કલાક સુધીની ઉડાન ભરી મલ્ટી કામગીરી કરી શકે છે. એ રણથી લઇને દરિયાઈ વાતાવરણમાં નિયમિત રીતે દિવસ અને રાત્રિના લડાઇ મિશનનું સંચાલન કરી શકે છે. C-295ના પાછળના ભાગમાં રેમ્પ ડોર છે, જે ઝડપી પ્રતિક્રિયા અને ટુકડીઓ અને કાર્ગોને પેરા-ડ્રોપ કરવા માટે ઉપયોગી છે. અર્ધ-તૈયાર સર્ફેસ પરથી ટૂંકું ટેક-ઓફ/લેન્ડ એની અન્ય વિશેષતાઓ છે. કરાર હેઠળનાં તમામ 56 એરક્રાફ્ટને ભારતીય DPSU- ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યૂટ સાથે પણ ફિટ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.