ટપરપરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં વિદાય સત્કાર સમારંભ યોજાયો
ધોળકા તાલુકાની ટપરપરા પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી થતાં વિદાય સત્કાર સમારંભ યોજાયો
ધોળકા તાલુકાની મિશ્રશાળા ટપરપરામાં મદદનિશ શિક્ષક શ્રી રાજેન્દ્ર કુમાર અમૃતલાલ પરમાર ની બદલી મફલીપુર પ્રા શાળા માં થતા વિદાય સત્કાર સમારંભ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ખોડુભાઈ પઢિયાર ના અધ્યક્ષ સ્થાને ગઈ કાલે રવિવાર ના રોજ યોજાઈ ગયો .આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકી ઉપસ્થિત હતા અતિથિ વિશેષ તરીકે કે.ની કોઠ બીટ શ્રી વિપુલભાઈ પ્રજાપતિ તથા ધોળકા ટીચર્સ મંડળી ના સેક્રેટરી શ્રી પરેશભાઇ રાઠોડ,કોઠ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ ભરવાડ, ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપ-પ્રમુખ શ્રી મહેશદાન ગઢવી, શિક્ષકો, આમંત્રિત મહેમાનો, શાળા ના ભૂતપૂર્વ શિક્ષકમિત્રો ,પરિવારના સભ્યો, સ્નેહીજનો,ટપરપરા ગામના આગેવાનો , ગામલોકો તથા બાળકો ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.આ પ્રસંગે બદલી થતા શિક્ષક શ્રી રાજેન્દ્રકુમાર અમૃતલાલ પરમાર ને શ્રીફળ , હાર,શાલ ,સન્માનપત્ર અને ભેટ શાળા પરિવાર તથા ઉપસ્થિત તમામ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. વિદાય લેતાં શિક્ષક શ્રી તરફથી પણ શાળાના તમામ બાળકો અને ઉપસ્થિત તમામ માટે સ્વરુચિ ભોજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી . શ્રી રાજેન્દ્રકુમાર અમૃતલાલ પરમાર દ્વારા શાળામાં 21 વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોવાથી શાળાને 21111 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના તમામ બાળકો અને શિક્ષકો દ્વારા ખૂબજ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી કિશોરકુમાર પરમાર ,રાજુભાઈ ગોહેલ, કાજલબેન પરમાર નરેશભાઈ સોનારા તથા વિજયભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.