રાહુલ ગાંધીએ દિલ્હીના વાળંદને કરી મદદ:રાહુલે પોસ્ટમાં લખ્યું- ગરીબોનું સ્મિત પાછુ લાવીશ, થોડા દિવસ પહેલા તેમની દુકાને ગયા હતા - At This Time

રાહુલ ગાંધીએ દિલ્હીના વાળંદને કરી મદદ:રાહુલે પોસ્ટમાં લખ્યું- ગરીબોનું સ્મિત પાછુ લાવીશ, થોડા દિવસ પહેલા તેમની દુકાને ગયા હતા


રાહુલ ગાંધીએ રવિવારે દિલ્હીમાં વાળંદન અજિતને તેની દુકાન માટેની જરૂરી વસ્તુઓ પૂરી પાડી મદદ કરી હતી. તેમણે પોતાની વોટ્સએપ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં અજીત સામાન ખરીદવા જઈ રહ્યો છે. રાહુલે પોસ્ટમાં લખ્યું, "ભારતના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મારું વચન છે કે હું તેમના ચહેરા પર સ્મિત પાછું લાવીશ." રાહુલનો આભાર માનતા અજિતે કહ્યું, 'મેં નહોતું વિચાર્યું કે રાહુલ ગાંધી મને મળશે અને મદદ કરશે. મારી પાસે જરૂરી તમામ વસ્તુઓ છે, કોઈ કમી નથી. રાહુલ 25 ઓક્ટોબરે ઉત્તમ નગરમાં વાળંદ અજીતની દુકાને ગયા હતા. ત્યાં રાહુલે શેવિંગ કરાવતા અજિત સાથે વાત કરી. રાહુલે X પર પોતાનો વીડિયો પણ શેર કર્યો હતો. અજિતે રાહુલને કહ્યું- કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી અજિત રાહુલને કહે છે - પહેલાં અમે માનતા હતા કે અમારું ભવિષ્ય સારું રહેશે, પરંતુ અમે ત્યાંના ત્યાં જ રહ્યા. અમે શું કરીએ, અમે દિવ્યાંગ છીએ. આવી જ રીતે દિવસો કાઢીએ છીએ. બાળકોનું ભવિષ્ય દાવ પર છે. અમે તમારા શાસનમાં ખૂબ ખુશ હતા. કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી. અમારા જેવા ગરીબોને ટેકો આપનાર કોઈ છે. રાહુલજીને મળ્યા પછી મને ઘણી રાહત થઈ. રાહુલે લખ્યું- વધતી મોંઘવારીએ શ્રમજીવી લોકોનાં સપનાં પણ છીનવી લીધાં જ્યારે રાહુલે લખ્યું- વાળંદથી લઈને મોચી, કુંભાર, સુથાર ઘટતી આવક અને વધતી જતી મોંઘવારીએ મજૂરોની આકાંક્ષાઓ, તેમની દુકાનો, તેમનાં ઘર અને આત્મસન્માન સુધીનાં સપનાં પણ છીનવી લીધાં છે. આજે જરૂર છે આવા આધુનિક ઉપાયો અને નવી યોજનાઓની, જે આવકમાં વધારો કરશે અને ઘરોમાં બચત પાછી લાવે અને એક એવો સમાજ, જ્યાં પ્રતિભાને તેની યોગ્યતા મળે અને મહેનતનું દરેક પગલું તમને પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જાય. રાહુલ ગાંધી લોકોને મળ્યાના કિસ્સાઓ ... 7 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે રસોઈ બનાવી હતી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું. રસોઈનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું- આજે પણ બહુ ઓછા લોકો દલિત રસોડા વિશે જાણે છે. દલિતો શું ખાય છે અને કેવી રીતે રાંધે છે તે કોઈને ખબર નથી. અમે તેના સામાજિક અને રાજકીય મહત્વ વિશે વાત કરી. 3 મહિના પહેલાં યુપીમાં મોચીની દુકાને ગયા હતા, બાદમાં મોચીને સિલાઈ મશીન આપ્યું હતું ઓગસ્ટમાં રાહુલ ગાંધી સુલ્તાનપુર કોર્ટમાં હાજર થવા ગયા હતા. પરત ફરતી વખતે તેમણે અચાનક જ એક મોચીની દુકાન પર પોતાનો કાફલો અટકાવ્યો. કારમાંથી નીચે ઊતરીને રાહુલ મોચી રામચૈતની દુકાને પહોંચ્યા અને ચપ્પલ સીવ્યા હતા. રાહુલે મોચી રામચૈતને પૂછ્યું હતું કે તે જૂતા કેવી રીતે બનાવે છે. રામચૈત સાથે લગભગ 5 મિનિટ સુધી વાત કર્યા પછી રાહુલ ત્યાંથી નીકળી ગયા હતા. રામચૈતે રાહુલને કહ્યું- 'હું ગરીબ છું. કૃપા કરીને મને થોડી મદદ કરો. આ પછી રાહુલે રામચૈત માટે સિલાઈ મશીન મોકલ્યું હતું. મશીનની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. બાદમાં રામચૈતે આ મશીનથી બૂટ-ચપ્પલ સીવવા લાગ્યા હતા. 4 જુલાઈ, 2024: રાહુલ દિલ્હીમાં મજુરોને મળ્યા, તેમની સમસ્યાઓ સાંભળી રાહુલ ગાંધી ગુરુવાર, 4 જુલાઈએ દિલ્હીના ગુરુ તેગ બહાદુર નગરમાં મજુરોને મળ્યા હતા. કોંગ્રેસે તેમના X હેન્ડલ પર તેનો વીડિયો અને 4 ફોટા શેર કર્યા હતા. કોંગ્રેસે એમ પણ લખ્યું કે આ મહેનતુ મજુરો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમનું જીવન સરળ બનાવવું અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી જવાબદારી છે.22 મે 2023: રાહુલે ડ્રાઈવર પાસે બેસીને અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં 50KMની મુસાફરી કરી 22 મે 2023: રાહુલે ડ્રાઈવર પાસે બેસીને અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં 50KMની મુસાફરી કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે ઓગસ્ટમાં અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં બેસીને 50 કિમીની મુસાફરી કરી હતી. ખરેખરમાં, તેઓ બપોરે કારમાં દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. પાર્ટી કાર્યકર્તાઓએ કહ્યું કે આ દરમિયાન રાહુલે ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ પણ સાંભળી. 27 જૂન 2023: રાહુલ બાઇક રિપેરિંગ કરતા શીખ્યા, દિલ્હીમાં એક ગેરેજમાં કામ કર્યું ગયા વર્ષે રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગમાં એક ગેરેજમાં પહોંચ્યા હતા અને ત્યાંના મિકેનિક્સ સાથે કામ કર્યું હતું. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 ફોટો પોસ્ટ કરીને આ જાણકારી આપી. એક ફોટોમાં રાહુલના હાથમાં ટુ વ્હીલરનો એક પાર્ટ દેખાય છે. તેમની સામે એક બાઇક ખુલ્લું પડેલું છે. કેટલાક લોકો સાથે બેઠેલા દેખાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.