નેત્રંગ તાલુકા ના આંજોલી તેમજ સનકોઈ ગામે આંક ફરક નો જુગાર લખતા બે ઝડપાયાં
નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી વસાવા ની સૂચનાથી પોલીસ સ્ટાફ ની બે અલગ અલગ ટીમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી બીશન-જુગારની રેડ માં હતા. તે સમય દરમિયાન બે અલગ અલગ બાતમીદારોથી બાતમીદાર મળી હતી કે શણકોઈ ગામે આશ્રમ ફળિયામાં રહેતી જોષના વિજય કાલિદાસ વસાવા ઘરના આગળના ભાગે ખુલ્લી અડાળી માં બેસી જાહેરમાં ગેરકાયદેસર આંક ફરક ના આંકડા લખી પૈસાની લાગ લગાવી હારજીતનો જુગાર રમી રમાડી રહેલ. જે બાતમી આધારે કરતા જોષના વિજય વસાવા ઝડપાઈ ગયેલ. જેની અંગઝડતી લેતા રોકડા રૂપિયા ૪૨૦/= ઉલટ તપાસ કરાતા આંકડા તે ચંદવાણ ગામના તાડ કંપની ફળિયા ખાતે રહેતા જીભાઈ ઓલીયા વસાવા ના કહેવાથી કમિશન પર લખતી હોવાનું જણાવતા જીભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરેલ છે.જ્યારે બીજી ટીમને મળેલ બાતમી મુજબ આંજોલી ગામે સરપંચ ફળિયામાં રહેતા રાજેશ રતિલાલ સુરકીયા ના ઘરે રેડ કરાતા રોકડા રૂપિયા ૧૩૮૫/ = તેમજ અંગઝડતીના રૂપિયા ૧૨૦/= મળી કુલ્લે રૂપિયા ૧૫૦૫/= ના મુદામાલ સાથે ઝડપાઈ જવા પામ્યો હતો. નેત્રંગ પોલીસે કુલ્લે રૂપિયા ૧૯૨૫/-ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ જુગાર ધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.