બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખંડણીના ગુન્હાના બે ઇસમો તથા એક મહિલાને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ
(રિપોર્ટ અસરફ જાંગડ )
બોટાદ એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સ્પેકટર એમ. જી. જાડેજા તથા એસ.ઓ.જી.સ્ટાફ બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મીબેટરી રોડ ઉપર RTO કચેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન RTO ઓફિસથી આગળ નાળા પાસે એક મો.સા સાથે બે ઇસમો તથા એક મહિલા શંકાસ્પદ હાલતમાં ઉભા હોય જેથી ત્રણેયને પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી જેથી યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્વક તપાસ કરીવા 1 કરીવા સડ્ એસ ઓ જી કચેરી ખાતે લઇ આવેલ અને ત્રણેયની તપાસ તજવીજ કરતાં કરાવતા આ ત્રણેય તથા બીજા બે માણસોએ મળી ગઇ કાલ તા.૨૬/૧૦/૨૦૨૪ ના રોજ ગુન્હાહિત કાવતરૂ રચી ફરિયાદીનુ હાજર મહિલા સાથે મોબાઇલમાં શુટીંગ ઉતારી ફરિ.ને ધમકી આપી કપડા કઢાવી તેમજ મહિલાએ કપડા કાઢી ફરિયાદીને બથ ભીડી તેનો વિડીયો ઉતારી રૂ.૫,૦૦,૦૦૦/ ની માંગણી કરી અને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપેલ હોય, અને આ બાબતે તેઓના વિરૂધ્ધમાં બોટાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૪૧૩૩૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૮(૬) ૩૫૧(૩),૬૧(૨)(એ) મુજબનો ગુનકો રજીસ્ટર થયેલ હોવાની હકીકત જાણવા મળેલ હોય જેથી (૧)અમીતભાઇ ચૌહાણ ઉ.વ.આ.૨૬ રહે. બોટાદ, તા.જી.બોટાદ(૨) કુલદીપસિંહ S/O વજુભા સગુભા ઝાલા તા.જી.બોટાદ મુળ રહે. કરણસાગર, તા.બેચરાજી જી. મહેસાણા(૩) એક મહિલા ઉ.વ.આ.૨૪ રહે હાલ, બોટાદ, ભાવનગર રોડ, ફાટક પાસે ધર્મભક્તિ-ર તા.જીબોટાદવાળાઓ વિરૂધ્ધમાં BNSS ની કલમ
૩૫(૧)(સી)મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.