માટલી પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ રિક્ષા ટકરાઈ જતાં રીક્ષા ચાલકનું મોત - At This Time

માટલી પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ રિક્ષા ટકરાઈ જતાં રીક્ષા ચાલકનું મોત


માટલી પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ રિક્ષા ટકરાઈ જતાં રીક્ષા ચાલકનું મોત

જામનગર જિલ્લાના કાલાવડ નજીક મોટી માટલી પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ રિક્ષા ટકરાઈ જતાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને બાલજીભાઈ મોહનભાઈ રંગપરા (ઉ.વ.૬૩) રીક્ષા લઈને ગત ૨૨ ના રોજ વિજરખી ગામેથી પોતાના કુળદેવી ના દર્શન કરવા માટે કાલાવડ તરફ જઈ રહ્યા હતા.તેઓ મોટી માટલી ગામના પાટીયા પાસે પહોંચ્યા હતાં જ્યાં એક બોલેરો પીકપ વેન બંધ હાલતમાં પડી હતી. જે ધ્યાને ન આવતા તેની રીક્ષા બોલેરો પાછળ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હતી.પરિણામે તેને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.

આ અકસ્માતના બનાવ અંગે પરસોત્તમભાઈ વશરામભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિ.જે. જાદવ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.