આજે કન્યા વિદ્યાલય વળાવડ નો 24 મો વાર્ષિકોત્સવ તથા વાલી સંમેલન અને શિક્ષણ ક્ષેત્રે અદકેરું કાર્યકર્તા છે લોકોને સન્માનિત કરવાનો ત્રિ-વિધ કાર્યક્રમ યોજાયો
કન્યા વિદ્યાલય વળાવડનો 24મો વાર્ષિકોત્સવ તથા વાલી સંમેલન અને શિક્ષણક્ષેત્રે અદકેરું કાર્ય કરતાં શિક્ષકોને સન્માનિત કરવાનો ત્રિ-વિધ કાર્યક્રમ યોજાઇ ગયેલ. કાર્યક્રમની શરૂઆત રમત -ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવેલ.જેમાં શાળાની દીકરીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દે એવી એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરેલ.
ત્યારબાદ રમત-ગમત અને ગરબા અને શિક્ષણક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવેલ. શાળાના આચાર્ય અમીનભાઈએ સૌને આવકાર્યા બાદ સંસ્થાના પ્રમુખ મેહુરભાઈ લવતુકાએ સંસ્થાનો પરિચય આપતા જણાવેલ કે વેપારી દર વર્ષે હિસાબ કરે, અમે સમાજની વચ્ચે અમારો હિસાબ રજૂ કરીએ. દીકરી સાપનો ભારો નહીં,પણ તુલસીનો ક્યારો વત્તા વહાલનો દરિયો પણ છે.
જાણીતા શિક્ષણવિદ નલિન પંડિતે આજના સમયમાં કેળવણીની સાચી પરંપરા બિરદાવી હતી.આ સંસ્થામાં જે શિક્ષણ અપાઇ રહ્યું છે તે નાનાદાદાએ આપેલ ટ્રીપલ એચ હૈયુ, મસ્તક અને હાથને સાર્થક કરતું શિક્ષણ અહીં અપાઇ રહ્યું છે. નવી શિક્ષણ નીતિ 360 ડિગ્રીએ શિક્ષણનું મૂલ્યાંકન કરશે તેવી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે.ઇંગ્લિશ શીખવું બહુ સહેલું છે.શિક્ષણના સાચા અર્થને સાકાર થતી કેળવણી અહી થાય છે તે નોધનીય બાબત છે તેમ જણાવ્યું હતું
તેમજ સમાંરભના અધ્યક્ષ અને જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતાએ આ સંસ્થાએ ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવાના ઉચ્ચ કોટીના કાર્યની સરાહના કરેલ.દીકરીઓને પોતાના મા-બાપથી કોઇ પણ વાત ન છુપાવવા અપીલ કરી હતી. આ સંસ્થાએ ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે એ બદલ શુભેચ્છા પાઠવેલ.
કન્યા વિદ્યાલયને કાયમ માટે આર્થિકરીતે મદદરૂપ થતાં જેમ્સ વોકર ઇન્મારકોના એમ.ડી. દાતા રસિકભાઈ એમ.દોશી અને ચેતનભાઈ દોશી (મુંબઈ) તરફથી 11 લાખ રૂપિયાનું ડોનેશન જેમ્સ વોકર ઇન્મારકો ઓડીટોરીયમ બાંધવા માટે જાહેર કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ હિંમતભાઈ રાઠોડ (મ.શિ.ધ્રુપકા પ્રા.શાળા), અશોકભાઈ મોરી(આચાર્ય કરદેજ પ્રા.શાળા), રોહિતભાઈ ચૌહાણ(મ.શિ.કરદેજ પ્રા.શાળા) ,હિતેશભાઈ દાણીધારિયા, ડૉ.ગોરધનભાઈ દિહોરા, જગદીશભાઈ ડાંગર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.આભારવિધિ અમિતભાઈ લવતુકાએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન મહેશભાઇ ઉલવા અને હેતલબેન કર્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.