સાયલા ના ધજાળા પોલીસ સ્ટેશનના ટીટોડા ગામ નજીકથી એક ઇસમને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડતી ધજાળા પોલીસ - At This Time

સાયલા ના ધજાળા પોલીસ સ્ટેશનના ટીટોડા ગામ નજીકથી એક ઇસમને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડતી ધજાળા પોલીસ


સાયલા પંથક માં ઘણા ચોરી ના બનાવો બની રહ્યાછે ત્યારે
ધજાળા પોલીસ દ્વારા પોલીસ સ્ટાફની ટીમ બનાવી સઘ ન પેટ્રોલીંગ ફરવા બનાવેલ ખાસ એકશન પ્લાન મુજબ મિલકત સબંધી અનડિટેકટ ગુન્હાઓ વધુમા વધુ ડિટેકટ કરવા સારૂ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.તે દરમ્યાન પો.સબ ઇન્સ. એ.આર.ડાંગર તથા સ્ટાફના એ.એસ.આઇ.રણછોડભાઈ ભરવાડ તથા પો.કોન્સ. ઉદયભાઇ ભાંભળા તથા પો.કોન્સ.લીલાભાઇ રબારી તથા પો.કોન્સ. સંજયભાઇ કે.ડાભી દ્વારા ચોકકસ બાતમી હકીકત ના આધારે ટીટોડા ગામથી અડાળા બોર્ડ તરફ જતા રોડ ઉપર એક શંકાસ્પદ ટ્રક ટેલર જેના રજી.નંબર ડીડી/૦૧/એસ/૯૫૯૯ વાળુ વાહન રોકી ચાલકનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ નશીમખાન કયુમખાન પઠાણ રહે. બહુઅરા તા જમનીયા થાના દીલદારનગર જી.ગાજીપુર ઉત્તર પ્રદેશ વાળો હોવાનુ જણાવેલ તેમજ ટ્રેલર લઈ નીકળવા બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપી પોતાની હાજરી છુપાવતો હોવાનુ શંકાસ્પદ જણાતા સદરહું ટેલર વાહનની જડતી કરતા કેબીનમાં આવેલ સીટની નીચેથી તથા ટ્રોલીના ટુલ બોક્ષના ખાનામાંથી પવન ચક્કીના પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા ઇમ્પોર્ટેડ નટ બોલ્ટ નંગ-૧૬૦ તથા વાઇસરો નંગ-૩૨૦ એમ કિ.રૂ.૨,૦૮,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ તેમજ આરોપીની અંગ ઝડતીમાંથી એક મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- નો મળી આવેલ જે મળી આવેલ મુદામાલ બાબતે કોઇ બીલ આધાર રજુ નહિં કરતા સદરહું મુદામાલ ચોરી કે છળ કપટ કરી મેળવેલ હોવાનું જણાય આવતા જે બાબતે ધજાળા પોલીસ દ્વારા પકડાયેલ ટ્રેલર ચાલકની પુછપરછ દરમ્યાન સદરહું મુદામાલની ચોરી તા. ૨૪/૧૦/૨૦૨૪ ના રાત્રીના સમયે ટીટોડા ગામે આવેલ એકમે કંપનીના પ્લાન્ટમાંથી ચોરી કરેલાની કબુલાત કરી હતી. જે બાબતે આગળની તપાસ ધજાળા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એ.આર.ડાંગર કરી રહ્યા છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.