ભારત-ચીનના જવાનોએ શ્રીરામના નારા લગાવ્યા?:LAC પર પેટ્રોલિંગ કરાર બાદ બંન્ને દેશના સૈનિકોએ નારેબાજી કરી; જાણો, સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોનું સત્ય - At This Time

ભારત-ચીનના જવાનોએ શ્રીરામના નારા લગાવ્યા?:LAC પર પેટ્રોલિંગ કરાર બાદ બંન્ને દેશના સૈનિકોએ નારેબાજી કરી; જાણો, સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોનું સત્ય


ભારત-ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ કરાર પછી બંને દેશોની સેનાએ શુક્રવાર, 25 ઓક્ટોબરથી પૂર્વી લદ્દાખથી પીછેહટ શરૂ કરી દીધી છે. આ કરારને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈનિકો ભારતીય જવાનો સાથે મળીને જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બંને દેશની વચ્ચે થયેલા કરાર પછીનો છે. આ વીડિયોને X પર ઘણા વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો છે. યૂઝરે શેર કરેલાં વીડિયોને અત્યાર સુધી 6 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. ત્યાં જ, તેને 14 હજારથી વધારે લાઇક અને 1 હજારથી વધારે લોકો રિટ્વીટ કરી ચૂક્યા છે. વાઇરલ વિડીયોનું સત્ય... વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેની સાથે જોડાયેલાં કી-વર્ડ્સ ગૂગલ પર સર્ચ કર્યું. સર્ચ કરવાથી અમને હિન્દુસ્તાન ટાઇમ્સ સહિત તેની સાથે જોડાયેલા અનેક મીડિયા રિપોર્ટ્સ મળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો 22 જાન્યુઆરી 2024ના રોજ થયેલી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો છે. જ્યારે ભારત-ચીનના જવાનોએ LAC પર જય શ્રીરામના નારા લગાવીને ખુશી વ્યક્ત કરી હતી. તે દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. ભાસ્કરે પણ આ વીડિયો 9 મહિના પહેલાં સમાચાર સાથે પોતાની વેબસાઇટ પર પબ્લિશ કર્યો હતો. સમાચારની લિંક... જેથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયો હાલનો નથી પરંતુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દરમિયાનનો છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.