દિવાળી ટાણે મુંબઈ-બાંદ્રા ટર્મિનસમાં નાસભાગ:ગોરખપુર એક્સપ્રેસ આવતા જ મુસાફરોમાં ધક્કા-મુક્કી શરૂ થઈ; 9 ઘાયલ, 2ની હાલત ગંભીર - At This Time

દિવાળી ટાણે મુંબઈ-બાંદ્રા ટર્મિનસમાં નાસભાગ:ગોરખપુર એક્સપ્રેસ આવતા જ મુસાફરોમાં ધક્કા-મુક્કી શરૂ થઈ; 9 ઘાયલ, 2ની હાલત ગંભીર


મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે સવારે ટ્રેનમાં ચડવાની ધક્કા-મુક્કી બાદ મચેલી નાસભાગમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 5.56 વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર બની હતી. બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે ટ્રેન 22921 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચડવામાં ધક્કા-મુક્કી થતા નાસભાગ થતા અફરા-તફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની ઓળખ શબ્બીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18), મોહમ્મદ શરીફ શેખ (25), ઇન્દરજીત સાહની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે. બાંદ્રા ટર્મિનસ પર નાસભાગની તસવીરો... તહેવારોની ભીડને કારણે નાસભાગ મચી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે દિવાળી પહેલા તહેવારોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ફ્લોર પર લોહી ફેલાયેલું જોવા મળે છે અને ઘાયલ લોકો બેભાન હાલતમાં પડેલા છે. રેલવે પોલીસ કર્મચારીઓ અને અન્ય મુસાફરો ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા માટે જવાનો તહેનાત મુંબઈમાં રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગને ધ્યાનમાં લઈ અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને કારણે સુરક્ષા માટે જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારને જોતા અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નં. 8 પર વધારાના આરપીએફ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસમાં જનરલ કોચમાં લાઇનથી મુસાફરોને ચઢવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ ધક્કા-મુક્કી કે નાશભાગ ન થાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.